૮ એપ્રિલના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ અમેરિકાના મોટા ભાગોમાં દેખાશે. પરંતુ વૈજ્ઞાનિકોએ આ અંગે આશ્ચર્યજનક ચેતવણી જાહેર કરી છે. સામાન્ય રીતે ગ્રહણ દરમિયાન આંખોને નુકસાન પહોંચાડતી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ માર્ગ અકસ્માતમાં વધારો સમજી શકાય તેમ નથી.ડો. રીડેલમીયર અને તેમના સાથીદાર ડો. જોન સ્ટેપલ્સે ૨૦૧૭માં સૂર્યગ્રહણ પહેલા અને પછીના કલાકોમાં થયેલા અકસ્માતોનો અભ્યાસ કર્યેા હતો. આટલું જ નહીં. તેઓએ સૂર્યગ્રહણના ત્રણ દિવસ પહેલા અને ત્રણ દિવસ પછી ડેટા એકત્રિત કર્યેા. જેમાં જાણવા મળ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ૩૧ ટકાનો વધારો થયો છે. પ્રકાશમાં અચાનક ફેરફાર પણ અકસ્માતોનું કારણ બને છે.
છેલ્લી વખત ૨૦૧૭માં કુલ સૂર્યગ્રહણ થયું હતું. જેને ૨૦૧૭નું ગ્રેટ અમેરિકન એકિલપ્સ કહેવામાં આવે છે. આ દિવસે, ટૂંકા ગાળા માટે, માર્ગ અકસ્માતોમાં તીવ્ર વધારો થયો હતો. વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કરીને જામા ઈન્ટરનલ મેડિસિનમાં પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યેા છે.યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના મેડિસિનના પ્રોફેસર અને રિપોર્ટના સહ–લેખક ડો. ડોનાલ્ડ રીડેલમીયરએ જણાવ્યું હતું કે કુલ સૂર્યગ્રહણના કલાક દરમિયાન અચાનક દિવસનો પ્રકાશ ઓછો થઈ જવાથી અને પછી અચાનક અંધકારને કારણે રસ્તાઓ પર પહેલા અને પછીના કલાકોમાં અકસ્માતો થાય છે.
ડો. રીડેલમિયરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે સૂર્યગ્રહણ પછીના કલાકોમાં વધુ અકસ્માતો જોવા મળે છે. ૨૦૧૭ માં, સૂર્યની સંપૂર્ણતાનો માર્ગ એટલે કે પૃથ્વીનો તે ભાગ કે જેના પર અંધકાર છે. તેની પહોળાઈ ૧૧૩ કિલોમીટર હતી. આ માર્ગની વચ્ચે રહેતા લોકોને સૌથી વધુ સમય સુધી અંધકારનો સામનો કરવો પડો હતો.
૨૦૧૭માં સૂર્યગ્રહણ બાદથી, દર કલાકે ૧૦.૩ લોકો જીવલેણ માર્ગ અકસ્માતમાં સામેલ થયા હતા. યારે સૂર્યગ્રહણ પહેલા દર કલાકે માત્ર ૭.૯ લોકો કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. એટલે કે સૂર્યગ્રહણ પછી દર ૨૫ મિનિટે એક માર્ગ અકસ્માત થતો હતો. યારે દર ૯૫ મિનિટે એક વધારાનો અત્યતં જીવલેણ કાર અકસ્માત થયો હતો.
દુર્ઘટનાનું મુખ્ય કારણ એ હતું કે સૂર્યગ્રહણ જોવા માટે લોકો વિવિધ સ્થળોએ ભેગા થઈ રહ્યા હતા. જેના કારણે માર્ગેા પર કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ વખતે લોકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓ સૂર્યગ્રહણ જોવા માંગતા હોય તો તેઓ સુરક્ષિત જગ્યાએ ઉભા રહીને જુએ. કાર ચલાવશો નહીં. સંકેતો પર ધ્યાન આપો. સીટ બેલ્ટ પહેરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech