કેશોદ સરકારી દવાખાનાના ગેઈટ આસપાસ દબાણો દૂર કરવા રજૂઆત

  • June 28, 2024 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ સરકારી દવાખાનાના દરવાજા પાસે માટલા કુડા જેવાં માટીના વાસણો વેચતાં પારાવાળા ફેરિયા દ્વારા લોખંડના પાઈપ ખોડી સરકારી દવાખાનાની દિવાલમાં ખોડી મો પતરાં ફીટ કરી દબાણ કરતાં ટ્રાફિકને અડચણરૂપ અને જીવલેણ આકસ્મિક ઘટના વાની સંભાવના વધી જતાં કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં નગરપાલિકા કચેરી, પોલીસ સ્ટેશન અને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી કોઈ નિદોર્ષ વાહનચાલક કે રાહદારી આકસ્મિક ઘટનાનો ભોગ બને તે પહેલાં લગાવવામાં આવેલાં પતરાં દુર કરવા માંગણી કરી છે. કેશોદના ચારચોક વિસ્તારમાં અંડર બ્રીજ બનતાં સર્વિસ રોડ પરી ભારે વાહનો પસાર ઈ શકે એટલી જગ્યા ન હોવાી ના છુટકે ભારે વાહનો પોલીસ લાઈન પાસેી સરકારી દવાખાને ઈને માંગરોળ રોડ પર આવતા જતાં હોય છે ત્યારે વળાંક પર લગાવવામાં આવેલાં પતરાં વાહનો વળાવવામા અડચણરૂપ ાય છે અને સામસામે બે વાહનો આવે તો ટ્રાફિક જામ ાય છે. સરકારી દવાખાને દર્દીઓને સારવાર માટે લાવવા મુકવા એમ્બ્યુલન્સ આવતી જતી હોય છે ત્યારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અટવાઈ જતાં સમયસર સારવાર ન મળે તો નિર્દોષ દર્દીને જીવ ગુમાવવો પડે તો નવાઈ નહિ લાગે. કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કેશોદ સિવિલ હોસ્પિટલ ફરતે સાયલન્ટ ઝોન જાહેર કરવા માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application