કેશોદ પોલીસે નેત્રમ શાખા સાથે મળીને બાઈક ચોર ઝડપ્યા

  • March 06, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ જીલ્લા  પોલીસ અનિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર ઈન્ચાર્જ નાયબ પોલીસ અનિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર કેશોદ વિભાગના માર્ગદર્શન. 

હેઠળ મીલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકાવવા અસરકારક પગલા લેવા હુકમ કરેલ જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ ચોરીની પ્રવૃતી કરતાં ગુનાહીત માનસિકતા ધરાવતા ઇસમોને પકડી પાડવા અને મીલકત સબાંનિત ગુન્હાઓ ઉકેલ કરવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જ તથા સવેલન્સ સ્ટાફને અલગથી બ્રીફીંગ કરી પેટ્રોલીંગ કરવા સુચના આપેલ જે અનુસંધાને કેશોદ શહેરમાંથી ચોરાયેલ મોટર વાહન સાઇકલ બાઈક હીરો કંપનીની સ્પલેન્ડર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૧-બીએન-૬૦૭૯ વાળા નંબર નેત્રમ શાખાના સર્વેલન્સમા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવનસિંહ જીલુભાઈ દ્વારા મુકવામા આવેલ જે અન્વયે સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઈન્સપેકટર આર. એમ. વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ જગદીશભાઈ ધોળકિયા એમ પોલીસ સ્ટાફે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે મોટર સાઈકલ ઝાંઝરડા ચોકડીએ જોવામા આવતા તુરંતજ ઝાંઝરડા  ચોકડી જઈ જુનાગઢ શહેર ટ્રાફીકની મદદથી સદર મોટર સાઈકલ સાથે આ બાઈક ચોરી કરનાર ઈસમ વિશાલભાઈ રામજીભાઈ રહેવાસી સુત્રેજ ગામ તા.કેશોદ હાલ.કેશોદ બગીચા પાસે ભાડેના મકાનમાં રહેતાં હોય. 

હસ્તગત કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં લાવી કલમ -૩૭૯ મુજબનાં કામે ધોરણસરની અટક કરી જે કેશોદ પોલીસ સ્ટેશનનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે. કેશોદના વેપારી કેવલભાઈ દ્રારકાદાસભાઈ ધનેશાની ગત તા.૫/૧૨/૨૦૨૩ના કેશોદ બસસ્ટેન્ડમાંથી ચોરાઈ ગયેલ મોટરસાયકલ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ તથા પોલીસ સબ ઈન્સપેકટર આર.એમ.વાળા તથા પોલીસ સબ ઈન્સપેકટર પી.આર.બાલાસરા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભા જીવાભાઇ ડાભી તથા ડી.એલ.ભારાઈ,પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકીયા. તથા નેત્રમ શાખાના પોલીસ કોન્સ્ટેબલ સુખદેવનસિંહ જીલુભાઈ સીસોદીયા તથા જુનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ જુનાગઢ ટ્રાફિક શાખા ના સંયુક્ત અથાગ પ્રયત્નોથી  બાઈક ચોરને ઝડપી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application