રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર–કચ્છની તમામ આઠે આઠ બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. મોટાભાગની બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે અને જયાં હજુ મતગણતરી બાકી છે અને સત્તાવાર રીતે પરિણામો જાહેર નથી થયા ત્યાં લીડ એટલી મોટી છે કે ભાજપના ઉમેદવારની વિજેતાની જાહેરાત માત્ર ફોર્માલીટી જેવી બની ગઈ છે. મોટાભાગના મતગણતરી કેન્દ્ર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફાઈનલ રિઝલ્ર્ટ આવે તે પહેલા જ ભાજપના વિજયી ભણી આગળ વધતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી મતગણતરી કેન્દ્રમાંથી નિકળી ગયા છે.
સૌરાષ્ટ્ર્રની જે આઠ બેઠકમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે તેમાં રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા, પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, જામનગરમાં પૂનમબેન માડમ, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ છગનભાઈ સિહોરા, જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા અને અમરેલીમાં ભરતભાઈ મનુભાઈ સુતરિયા અને કચ્છમાં વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે.
રાજકોટમાં કોંગ્રેસે રૂપાલા સામે ટફ ફાઈટ આપી શકે તેવા ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. પોરબંદરમાં વર્તમાન ધારાસભ્ય અને ખેડૂતો સહિતના પ્રજાના પ્રશ્ને લડાયક નેતા તરીકે જેમની ગણતરી થાય છે તેવા લલીતભાઈ વસોયાને ટીકીટ આપી હતી. પ્રમાણમાં નવા–સવા અને ઓછા અનુભવી કહી શકાય તેવા જે.પી.મારવિયાને કોંગ્રેસે જામનગરમાં પુનમબેન માડમ જેવા દિગ્ગજ નેતા સામે મેદાનમાં ઉતાર્યા હતા. ભાવનગરમાં કોંગ્રેસ કયાંય ચિત્રમાં નહોતી પરંતુ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા ચૂંટણી લડતા હતા પરંતુ તે પણ હારી ગયા છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરાની ઉમેદવાર તરીકે નામની જાહેરાત થઈ ત્યારે તેમની સામે આયાતી ઉમેદવારનો પ્રચાર કરવાની સાથો સાથ ચૂંવાળિયા અને તળપદા કોળીનો મુદ્દો પણ ઉઠાવાયો હતો પરંતુ તે સફળ થયો નથી અને અહીં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો પરાજય થયો છે. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવાએ પ્રથમ બે રાઉન્ડમાં સારી તાકાત દેખાડી હતી અને તેના કારણે અહીં અપસેટ સર્જાવાની વાતો શરૂ થઈ હતી. પરંતુ બાદમાં કોંગ્રેસના ઉમેદવાર ઘણા પાછળ રહી ગયા હતા અને વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો વિજય થયો છે. લંડનમાં એમબીએ કરનાર અને રાજકીય પારિવારીક માહોલમાં મોટા થયેલ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પાસે કોંગ્રેસને ચમત્કારની આશા હતી પરંતુ તે ફળીભુત થઈ નથી અને અહીં અમરેલીમાં પણ ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરિયા ચુંટાઈ આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech