BREAKING NEWS

કાળઝાળ ગરમીમાં કેરીનું પીણું બનશે અમૃત;હીટ સ્ટ્રોકથી બચવા ડૉક્ટરોની અપીલ

  • May 26, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે અને આકરી ગરમીના કારણે હીટ સ્ટ્રોક તેમજ ડીહાઈડ્રેશનનું જોખમ પણ બમણું થઈ ગયું છે.આ ગંભીર પરિસ્થિતિમાં શરીરને અંદરથી ઠંડક આપવા અને લૂ થી બચવા માટે આયુર્વેદ અને તબીબો ‘કાચી કેરીના પીણું’ સર્વશ્રેષ્ઠ હેલ્થ ડ્રિંક ગણાવી રહ્યા છે. નિષ્ણાતોના મતે,આ દેશી અને પરંપરાગત પીણું ઉનાળાના રોગો સામે અક્સીર ઈલાજ છે.
કેરીનો પીણું હીટ સ્ટ્રોક સામે કેવી રીતે રક્ષણ આપે છે?

અતિશય પરસેવાના કારણે શરીરમાંથી સોડિયમ અને ઝીંક જેવા જરૂરી ક્ષારો નીકળી જાય છે. કાચી કેરીનો પન્નો આ ક્ષારોની ઉણપને તુરંત પૂરી કરે છે.

શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે.
આ પીણું પીવાથી શરીરની ગરમી શાંત થાય છે, જે હીટ સ્ટ્રોક આવવાનું જોખમ નહિવત કરી દે છે.
પાચનશક્તિ મજબૂત બનાવે છે
તેમાં વપરાતા જીરું, કાળું મીઠું અને ફુદીનો પાચનતંત્રને સુધારે છે અને ઉનાળામાં થતી ગેસ-એસિડિટીની સમસ્યા દૂર કરે છે.
ત્વરિત ઉર્જા 
ગરમીના કારણે થતો થાક અને ચક્કર આવવાની સમસ્યામાં આ પીણું ગ્લુકોઝ લેવલ જાળવી રાખી ત્વરિત સ્ફૂર્તિ આપે છે.તેને વધુ ગુણકારી બનાવવાની સાચી રીત
૧.કાચી કેરીને બાફીને તેનો પલ્પ કાઢી લો.
૨.તેમાં સ્વાદ મુજબ ગોળ અથવા સાકર,શેકેલું જીરું, કાળું મીઠું અને ફુદીનાના પાન ઉમેરો.
૩.મિશ્રણમાં ઠંડુ પાણી ઉમેરીને બપોરના સમયે રોજ એક ગ્લાસ પીવો.
તબીબી સલાહ
બજારમાં મળતા કેમિકલયુક્ત અને આર્ટિફિશિયલ ઠંડા પીણાં કે સોડા પીવાને બદલે ઘરે બનાવેલો ફ્રેશ કેરીનો પન્નો પીવો વધુ હિતાવહ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો જ્યારે પણ તડકામાં બહાર નીકળે, ત્યારે આ પીણું પીવડાવીને જ બહાર મોકલવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application