આ વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં દિલ્હીમાં સૌથી ઓછો બેરોજગારી દર હતો, યારે કેરળ પ્રથમ ક્રમે હતું. આ સર્વે ૧૫ થી ૨૯ વર્ષની વય વચ્ચે કરવામાં આવ્યો હતો. સામયિક લેબર ફોર્સ સર્વે નો આ રિપોર્ટ આંકડા મંત્રાલય દ્રારા બહાર પાડવામાં આવ્યો છે. સર્વેમાં ૨૨ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બેરોજગારી દરમાં ટોચના ૫ સ્થાનો જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા છે.
જાન્યુઆરી–માર્ચમાં ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથ વચ્ચે બેરોજગારીનો દર ૧૭ ટકા હતો. જે અગાઉના ત્રિમાસિક ગાળાના ૧૬.૫ ટકાથી વધુ છે.
જો કે, ૨૦૨૩માં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે બેરોજગારીનો દર થોડો ઐંચો ૧૭.૩ હતો. દિલ્હીમાં બેરોજગારીનો દર ૩.૧ ટકા, ગુજરાતમાં ૯ ટકા અને હરિયાણામાં ૯.૫ ટકા હતો. કર્ણાટકમાં આ આંકડો ૧૧.૫ ટકા અને મધ્યપ્રદેશમાં ૧૨.૧ ટકા હતો. કોરોના રોગચાળા પછી, ૧૫ થી ૨૯ વર્ષની વયના લોકોમાં બેરોજગારીનો દર સતત ટોચ પર છે, તેમ છતાં તેમાં થોડો સુધારો થયો છે
રાજયની સ્થિતિ પણ ચિંતાજનક
જમ્મુ અને કાશ્મીરમાં બેરોજગારીનો દર ૪૮.૬%, કેરળમાં ૪૬.૬%, ઉત્તરાખંડમાં ૩૯.૪%, તેલંગાણામાં ૩૮.૪% અને હિમાચલ પ્રદેશમાં ૩૫.૯% નોંધાયો હતો. આ વર્ષના પ્રથમ કવાર્ટરમાં મહિલાઓનો બેરોજગારી દર ૨૨.૭ ટકા હતો, જે અગાઉના કવાર્ટર કરતાં .૨ ટકા વધુ છે. સામયિક લેબર ફોર્સ સર્વે બેરોજગારી, શ્રમ દળની ભાગીદારી અને મજૂર વસ્તીના ગુણોત્તરને ટ્રેક કરે છે. સર્વેક્ષણમાં, જે લોકોએ આખા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કલાક પણ કામ કયુ ન હતું તેઓને બેરોજગાર ગણવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech