દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર ઇડી કસ્ટડીમાં મોકલવામાં આવશે કે પછી તેમને યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં જવું પડશે તેનો નિર્ણય આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. ઇડીની કસ્ટડી પૂરી થયા બાદ અરવિંદ કેજ્રીવાલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ ઇડી હવે અરવિંદ કેજરીવાલની કસ્ટડી માંગશે નહિ. કેજરીવાલની ૨૧ માર્ચે કથિત દા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલે લગભગ ૧૦ દિવસ ઇડીની કસ્ટડીમાં વિતાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની દરરોજ ૫ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી છે. તદનુસાર, તેણે ઇડીના પ્રશ્નોનો સામનો કરવામાં ૫૦ કલાકથી વધુ સમય પસાર કર્યેા છે. કેજરીવાલને કથિત દા કૌભાંડ સાથે જોડાયેલા સેંકડો પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જો કે, ઇડીએ ૨૮ માર્ચે કોર્ટમાં દાવો કર્યેા હતો કે કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. દા કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ જેલમાં ગયા છે જેમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, જે કેજરીવાલના જમણા હાથના માણસ કહેવાય છે, લગભગ એક વર્ષથી તિહાર જેલમાં બધં છે. સંજય સિંહ પણ ઘણા મહિનાઓથી તિહારમાં છે. આ કેસમાં વિજય નાયરને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
કેજરીવાલે તેમના ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ ન આપ્યા
અરવિંદ કેજરીવાલની ધરપકડ સમયે તેમના ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો પણ જ કરવામાં આવ્યા હતા. ઇડીએ કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલ પોતાનો પાસવર્ડ નથી જણાવી રહ્યા. જો કે, ઇડીએ તેમની પત્ની સુનીતા કેજરીવાલના ફોનની અકસેસ મેળવી હતી અને તેનો ડેટા કાઢવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇડીએ કેજરીવાલના આઈફોનનો એકસેસ મેળવવા માટે એપલનો સંપર્ક કર્યેા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલે પાસવર્ડ આપવાનો ઈન્કાર કરી દીધો છે કે તેમના ફોનમાં ચૂંટણી સંબંધિત ડેટા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech