સિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ

  • May 19, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેશમી કાપડ રેશમી દોરામાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાંથી બનેલા સુટ અને સાડીઓ ખૂબ જ મોંઘા હોય છે, કારણ કે આ લગ્ઝરી કાપડ તેની શાનદાર બનાવટ અને સોફ્ટનેસ માટે જાણીતું છે. સિલ્કમાંથી બનેલી સાડીની સાથે તેમાંથી બનેલો દરેક પોશાક ખૂબ જ રિચ લુક આપે છે. ખાસ પ્રસંગોએ મહિલાઓને ક્લાસી અને રોયલ લુક આપવા માટે સિલ્ક સાડી એક બેસ્ટ આઉટફિટ ઓપ્શન છે. આ કાપડમાંથી બનેલા આઉટફિટ નાજુક હોવાની સાથે રિચ લુક પણ આપે છે. જો તમારી પાસે પણ સિલ્ક સાડી, સૂટ કે કોઈ પણ આઉટફિટ હોય, તો તેની જાળવણી વિશે વધુ કાળજી લેવાની જરૂર છે, ખાસ કરીને તેને ધોતી વખતે. લોકો ઘરે રેશમી કપડાં ધોવાથી અચકાય છે કારણ કે તેમને ડર છે કે કપડાની ચમક જતી રહેશે પરંતુ જો તેને યોગ્ય રીતે ધીમે ધીમે ધોશો, તો રેશમની ચમક અકબંધ રહેશે.


રેશમી કપડાં ખૂબ મોંઘા હોય છે અને તેથી લોકો તેની ચમક ઓછી થવા કે રંગ ઝાંખો પડવાની ચિંતા કરે છે. જોકે, કેટલીક સરળ ટિપ્સ અપનાવીને ઘરે સરળતાથી રેશમી કપડાં ધોઈ શકાય છે,  જે કપડાની ચમક નવા જેવી જ રાખશે.


તાજા પાણીથી ધોઈ લો


રેશમી કપડાં ક્યારેય ગરમ પાણીથી સાફ ન કરવા જોઈએ. આનાથી કપડાંના રેસાને નુકસાન થાય છે અને કપડાં સંકોચાઈ જાય છે અને ચમક પણ ઓછી થઈ શકે છે. તેથી, રેશમ સાફ કરવા માટે હંમેશા તાજા પાણીનો ઉપયોગ કરો.


લિક્વિડ સાબુનો ઉપયોગ કરો


રેશમી કપડાં ખૂબ જ નાજુક હોય છે, તેથી રેગ્યુલર ડિટર્જન્ટ પાવડર અને સાબુ તેના પર હાર્શ થઇ શકે છે. આ માટે લિક્વિડ સાબુનો ઉપયોગ કરવો જોઈએ. સિલ્ક, શિફોન જેવા લાઈટ વેઇટ કપડાં સાફ કરવા માટે બજારમાં લિક્વિડ સાબુ સરળતાથી મળી જશે.


કપડાં ઘસવાનું ટાળો


રેશમી કપડાં ક્યારેય બ્રશથી ન ધોશો કે મશીનમાં ન નાખશો, નહીં તો પહેલી જ વારમાં તે ખરાબ થઈ શકે છે. કપડાંને ઓછામાં ઓછા 10 મિનિટ પાણીમાં પલાળવા દો અને પછી તેને સાફ કરો. જો કોઈ ડાઘ હોય, તો તેને પહેલાથી જ દોરાનો ઉપયોગ કરીને માર્ક કરો અને તેના પર થોડો સાબુ લગાવો અને તેને ધીમેથી સાફ કરો.


રેશમી કપડાંને ત્યાં સુધી પાણીમાં ધોવો જ્યાં સુધી બધા ફીણ નીકળી ન જાય. જો કપડાંમાં સાબુ રહે તો તે ચમક ઘટાડી શકે છે. જ્યારે બધા ફીણ નીકળી જાય, ત્યારે કપડાંને સૂકવવા માટે બહાર મૂકો પરંતુ તેને નીચોવવાની ભૂલ ન કરો, નહીં તો કરચલીઓ પડી જશે.


આ રીતે કપડાં સુકાવો


રેશમી કપડાંને સ્વચ્છ સપાટી પર ફેલાવીને સૂકવવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવે. રેશમી કપડાંને થોડી ગરમ અને હવાદાર જગ્યાએ સુકાવો. તીવ્ર સૂર્યપ્રકાશ નાજુક રેશમના તંતુઓને નુકસાન પહોંચાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application