જો પરસોતમ પાલા ની ટિકિટ તારીખ ૧૬ સુધીમાં ભાજપ રદ નહીં કરે તો કાઠી સમાજ દ્રારા બીજા તબક્કાનું આંદોલન શ કરવામાં આવશે તેવી ચેતવણી હરભમજી ગરાસિયા બોડિગ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાઠી સમાજના આગેવાનો પ્રતાપભાઈ ખુમાણ, જીતુભાઈ વાળાએ ઉચ્ચારી હતી.
કાઠી સમાજના અમુક આગેવાનો દ્રારા પાલાને અને ભાજપને સમર્થન આપવાની ગઈકાલે ભાજપના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કરેલી જાહેરાત બાબતે પૂછતા આગેવાનોએ જણાવ્યું હતું કે આ વ્યકિતગત અને કાઠી સમાજના એક ગ્રુપનો અભિપ્રાય છે. કાઠી સમાજ આંદોલન સાથે જ છે. અમે પાલાને કે ભાજપને સમર્થન આપવાના નથી. અમે અન્ય સમાજની બહેનની દીકરીઓ માટે માથા આપ્યા છે અને નારી સમાજના અપમાનના મામલે કદી નમતું જોખ્યું નથી અને તેથી આમાં પણ અમે કોઈ પ્રકારે સમાધાન માટે તૈયાર નથી. અમારી એક જ માગણી પાલાની ટિકિટ રદ કરવાની છે.
આંદોલનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આગળ હોય છે. પરંતુ પુષો ખુલીને બહાર કેમ આવતા નથી? તેવા સવાલના જવાબમાં કાઠી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ક્ષત્રિયાણી કદી ન ડરે, એ પોતાનું રક્ષણ કરી શકવા માટે સમર્થ છે. તે નારી શકિત છે. અમારે તેની પાછળ રહેવાની કોઈ જર નથી. અમને તેનામાં પૂરેપૂરો વિશ્વાસ છે.
આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે અમાં સમગ્ર આંદોલન લોકશાહી ઢબે રહેશે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાઈ તેવું કોઈ કૃત્ય અમે કરવાના નથી. સરકારી કે જાહેર મિલકતને નુકસાન કરવાની અમારી વૃતિ નથી. કારણકે આ બધી મિલકત આખરે પ્રજાની છે અને પ્રજાની મિલકતને નુકસાન થાય એવું કોઈ કૃત્ય અમે કરવાના નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech