કાર્તિક આર્યન આ દિવસોમાં તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 થી ચર્ચામાં છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઈઝીની પ્રથમ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જ્યારથી કાર્તિકે 'ભૂલ ભૂલૈયા 2' કરી છે ત્યારથી બંને વચ્ચે સરખામણીની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કાર્તિક આર્યનએ અક્ષય કુમાર સાથેની તેની સરખામણી પર પોતાનું મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેણે આ વિશે ખુલીને વાત કરી હતી.
ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યને કહ્યું- 'હું હંમેશાથી તેમનો મોટો ફેન રહ્યો છું. હું મારી જાતને તેમના લેવલ પર ક્યારેય જોઈ શકતો નથી. તેણે અક્ષય સાથે ફિલ્મ કરવાની વાત પણ કરી હતી.
કાર્તિક આર્યનએ 'ભૂલ ભૂલૈયા 2' કર્યા બાદ બંને વચ્ચે દુશ્મનાવટની વાતો સામે આવી હતી. આ અંગે કાર્તિકે સ્વીકાર્યું કે જ્યારે મારી સરખામણી તેમની સાથે કરવામાં આવે છે ત્યારે મને થોડું અજુગતું લાગે છે. 'પરંતુ મને લાગે છે કે અમારે સાથે કોમેડી ફિલ્મ કરવી જોઈએ કારણ કે તેમાં દર્શકોને કંઈક સારું આપવાની ક્ષમતા છે.'
કાર્તિકે ટીવી પર ભૂલ ભુલૈયા જોવાની યાદો પણ શેર કરી હતી. અવની ચતુર્વેદીની અવિસ્મરણીય ભૂમિકાને યાદ કરતાં તેણે કહ્યું, 'વિદ્યા બાલને તે ફિલ્મમાં જે રીતે આપણને ડરાવ્યા હતા, તે ખરેખર ડર લાગે એવું જ હતું.' તેણે અક્ષય અને રાજપાલ યાદવની એક્ટિંગની પણ પ્રશંસા કરી હતી.
ભૂલ ભૂલૈયા 3 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં કાર્તિકની સાથે વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ભૂલ ભુલૈયા 3 રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇન સાથે ટકરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMતળાજામાં દુકાનમાંથી વિદેશી દાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
June 07, 2025 02:18 PMટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો તણાવ ઘટાડવા રિપબ્લિકન સાંસદો-નેતાઓનો અનુરોધ
June 07, 2025 02:17 PMતળાજાના ભારોલી ગામે આધેડની હત્યા
June 07, 2025 02:16 PMમથાવડાના બે યુવાનોને સથરા નજીક અકસ્માતમાં ઇજા
June 07, 2025 02:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech