કર્ણાટક હાઈકોર્ટે તેના ચાઈલ્ડ પોર્નોગ્રાફી પરના તાજેતરના આદેશને પાછો ખેંચી લીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ આઈટી એક્ટ હેઠળ ગુનો નથી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની ડિવિઝન બેન્ચે આ આદેશ પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે બેન્ચે ગુરુવારે આદેશ પસાર કરતી વખતે કલમ 67બી(બી)ને ખોટી રીતે વાંચી હતી.
જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું અમે પણ માણસો છીએ અને અમારાથી પણ ભૂલો થાય છે. હંમેશા સુધારાને અવકાશ હોય છે. આ અંગે તપાસ કરીને નવો આદેશ આપવામાં આવશે. આ ઓર્ડર રદ કરવામાં આવ્યો છે.
બેન્ચે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજીને પગલે આઈટી એક્ટની કલમ 67બી(એ) હેઠળ આદેશ આપવામાં આવ્યો હતો. આઈટી એક્ટની કલમ 67બી(બી) જણાવે છે કે બાળકોને અશ્લીલ, અશિષ્ટ દશર્વિતી ટેક્સ્ટ અથવા ડિજિટલ ફોટો બનાવવા, સ્ટોર કરવા, સર્ચ કરવા, બ્રાઉઝિંગ, ડાઉનલોડ, જાહેરાત, ટ્રાન્સમિટ, એક્સચેન્જ અથવા પ્રદર્શિત કરવા એ સજાને પાત્ર છે.
આઈટી એક્ટની કલમ 67બી (બાળકોને લગતી સામગ્રીનું પ્રકાશન અથવા પ્રસારણ) હેઠળ માર્ચ 2022માં અરજદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આવા કિસ્સામાં કલમ 67બીલાગુ કરી શકાય નહીં. કારણકે તેમના ક્લાયન્ટે માત્ર વેબસાઇટની મુલાકાત લીધી હતી અને કંઈપણ ટ્રાન્સમિટ કર્યું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech