નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ દાયકા પછી ધમાકેદાર કમબેક માટે છે તૈયાર

  • February 22, 2023 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • લાખોના દિલોમાં રાજ કરનારી લોલો મર્ડર મુબારક કરવા આવી રહી છે
  • છેલ્લે 2012માં ડેન્ઝર્સ ઇશ્કમાં આવી હતી પરંતુ ફિલ્મ સફળ થઇ નહીં



નેશનલ એવોર્ડ વિજેતા અને બોલીવૂડમાં લોલોના નામે જાણીતી એક્ટ્રેસ કરીશ્મા કપૂરના ચાહકો માટે આનંદના સમાચાર છે. તેમની પ્રિય એક્ટ્રેસ એક દાયકા કરતા પણ વધુ સમય બાદ સિલ્વર સ્ક્રિન પર કમબેક કરી રહી છે. 90ના દાયકાની બોલિવૂડની ફિલ્મો અને સ્ટાર્સ આજે પણ એટલા જ પોપ્યુલર છે. આજે પણ અમુક એવા કલાકાર છે જે લોકોના દિલો પર રાજ કરે છે. તેમાની એક કરીશ્મા કપૂર પણ છે. જેણે બુલંદી પર આવી ફિલ્મી દુનિયા છોડી દીધી હતી.

તબ્બુ સહિતની ઘણી અભિનેત્રીઓ હજુ પણ ફિલ્મોમાં ખૂબ જ એક્ટિવ છે. તો વળી ઘણીએ ફિલ્મોમાંથી લાંબો બ્રેક લઈ લીધો, પછી એકવાર ફરી દમદાર વાપસી કરી રહી છે. કરીશ્મા પણ હવે કમબેક માટે તૈયાર છે. તેણે તેની અદા અને પોતાના અભિનયથી દર્શકોને દિવાના બનાવ્યા હતા. કરિશ્મા કપૂર પોતાની ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઈફના કારણે પણ હેડલાઈન્સમાં આવી છે. આ એક્ટ્રેસનું રિલેશનશીપ હંમેશા બી-ટાઉનમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.

 'રાજા બાબૂ', 'રાજા હિન્દુસ્તાની', 'હમ સાથ સાથ હૈ' જેવી સુપરહિટ ફેલ્મોમાં કામ કરી ચુકેલી કરિશ્મા કપૂરે છેલ્લીવાર 2012માં આવેલી ફિલ્મ 'ડેંજરસ ઈશ્ક'માં જોવા મળી હતી, પરંતુ કરિશ્માની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નહતી.

હવે કરિશ્મા કપૂર ફિલ્મોમાં પોતાની નવી ઈનિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ એક્ટ્રેસ પોતાની આગામી ફિલ્મ 'મર્ડર મુબારક'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. 'મર્ડર મુબારક' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ પહેલા આ અભિનેત્રી વેબ સિરીઝ 'મેન્ટલહુડ'માં જોવા મળી હતી.

ફિલ્મોમાં આ એક્ટ્રેસની પહેલી ઇનિંગ ખૂબ જ સફળ હતી. આ એક્ટ્રેસે 1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'પ્રેમ કેદી'થી બોલીવૂડમાં પગ મુક્યો હતો. કરિશ્મા કપૂરને એક રાષ્ટ્રીય પુરસ્કાર અને ચાર ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકી છે.

કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડી તે સમયે સૌથી પોપ્યુલર જોડીમાંથી એક હતી. આ જોડીએ 11 ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. કરિશ્મા કપૂર તે સમયની સૌથી બોલ્ડ એક્ટ્રેસની લિસ્ટમાં હતી. ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'માં આમિર ખાન સાથે લાંબો કિસિંગ સીન આપીને લોકોને ચોંકાવી દીધા હતાં.

જો કે તેનું દામ્પત્ય જીવન સફળ રહ્યું નહીં. તેણે પહેલાં અભિષેક બચ્ચન સાથે સગાઇ કરી. જે તૂટી ગઇ, પછી બિઝનેસમેન વીજવર સંજ્ય સાથે લગ્ન કર્યા પરંતુ બાળકો થયા બાદ બંને છૂટા પડી ગયા. વચ્ચે અક્ષય ખન્ના સાથે પણ તેની સગાઇ થતા થતા રહી ગઈ હતી. જ્યારે તેનું નામ સલમાન ખાન સાથે પણ જોડાઇ રહ્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application