અભિનેત્રીઓના હોટ લૂકથી દર્શકો રોમાંચિત
કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબ્બૂની ફિલ્મ ‘ધ ક્રૂ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ‘ધ ક્રૂ’નું ટીઝર શેર કરીને દર્શકોને ફિલ્મની ઝલક બતાવી છે. ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ શાનદાર છે.
આ ટીઝરની શરૂઆતમાં પ્લેન ઉડાન ભરે છે અને એક્ટ્રેસીસના નામ રિવીલ થાય છે. વિડીયોમાં પ્લેનના કેપ્ટન એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે કે, ‘દેવીઓ અને સજ્જનો હું તમારો કેપ્ટન વાત કરી રહ્યો છું. આજની ફ્લાઈટમાં તમારું સ્વાગત છે. અમારા ક્રૂ તમારું ઘણું ધ્યાન રાખશે. તમને સહુને એક ખાસ નિવેદન કરું છું કે, તમારી ચોલી ટાઈટ બાંધી લો, જેથી દિલ બહાર ના આવી જાય.’ ત્યાર પછી તબ્બૂ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન એર હોસ્ટેસની ભૂમિકામાં જોવા મળે છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત વાગી રહ્યું છે. આ ત્રણ અભિનેત્રીઓના ચાલવાથી જ ખબર પડી જાય છે કે, ફિલ્મમાં ગ્લેમરનો જબરદસ્ત તડકો લાગશે. ફિલ્મ ‘ધ ક્રૂ’ 29 માર્ચ 2024ના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે.
રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ ત્રણ હાર્ડ વર્કિંગ મહિલાઓ પર આધારિત છે. આ 3 મહિલા એરલાઈન ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને તેમના કરિઅરમાં બેસ્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. આ મહિલાઓએ અનેક પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે અને એક ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, જેના કારણે તકલીફ પડે છે.
આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનનની સાથે દિલજીત દોસાંજ પણ છે. ઉપરાંત આ ફિલ્મમાં કપિલ શર્મા, એકતા કપૂર, શોભા કપૂર, રિયા કપૂર અને અનિલ કપૂર સ્પેશિયલ અપીરિયન્સ કરતા જોવા મળશે. નિધિ મેહરા અને મેહુલ સૂરીએ આ ફિલ્મની કહાની લખી છે અને રાજેશ કૃષ્ણને આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલવે ઉતારૂ-ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણમાં રાજકોટ પ્રથમ નંબરે
April 19, 2025 11:35 AMભારતના તેવર જોઈ શ્રીલંકાએ પાક.ને નૌકાદળ કવાયતની ના પાડી દીધી
April 19, 2025 11:31 AMભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા અઠવાડિયે 10.872 બિલિયન ડોલરનો વધારો
April 19, 2025 11:30 AMછેલ્લી ત્રણ વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી ૧૪૬૩૪ પડતા મુકાયા
April 19, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech