ડિલિવરી પછી પહેલી વાર પાર્ટી કરતી જોવા મળી કરીના કપૂર

  • March 04, 2021 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તાજેતરમાં જ ફરીથી માતા-પિતા બન્યા છે. 21 ફેબ્રુઆરીએ બેબોએ તૈમૂરના નાના ભાઈને જન્મ આપ્યો. બોલિવૂડ સેલેબ્સ કરીના અને તેના બાળકને મળવા માટે સતત ઘરે પહોંચતા હોય છે. તાજેતરમાં જ તેની આખી ગર્લગેંગ  કરીનાને મળવા માટે એક સાથે આવી હતી. ડિલિવરી પછી પહેલી વાર કરીનાએ ગર્લ ગેંગ સાથે એન્જોય સાથે ખૂબ મસ્તી કરી. આ દરમિયાન ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ મોટી ભેટ લઈને સૈફ-કરીનાના ઘરે પહોંચ્યો હતો. 

તસવીરમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અભિનેત્રી મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, નતાશા પૂનાવાલા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા છે. બાળકના જન્મ પછી કરીના અને સૈફ ફોટો ફ્રેમમાં એક સાથે જોવા મળ્યા પછી આ પહેલી વાર છે. ગર્લગેંગ  આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

કરીના અને સૈફ સાથે ક્વોલીટી ટાઈમ સમય બાદ આ ગર્લગેંગ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી. તેમની સાથે સીમા ખાન અને માહીપ કપૂર પણ જોવા મળ્યા હતા.

બોલિવૂડની હાઉસ પાર્ટીઓમાં, સેલિબ્રિટીઝ ઘણી વાર ખૂબ જ અલગ રીતે જોડાતા જોવા મળે છે, મનીષ મલ્હોત્રાની હાઉસ પાર્ટી પણ આવી જ હતી. પાર્ટીમાં કરણ જોહરની સ્ટાઇલ જોવા જેવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS