કરીના કપૂર, કિયારા અડવાણી અને સુહાના ખાન મુંબઈમાં એક ઈવેન્ટમાં સાથે જોવા મળી હતી.ત્રણેય એક જ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે અને સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. જો કે, કરીના કપૂરે બંનેને પછાડી દીધા અને લોકોએ સુહાના ખાનને પણ જોરદાર ટ્રોલ કરી.
સુહાના ખાન, કરીના કપૂર અને કિયારા અડવાણીએ મુંબઈમાં બ્યુટી ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાથી સૌને દંગ કરી દીધા હતા. સુહાના ખાન, વાદળી રંગના જમ્પસૂટમાં સજ્જ હતા , જ્યારે તે કિયારા અડવાણી સાથે પોઝ આપી રહી હતી ત્યારે કરીનાને વચ્ચે ઊભા રહેવાનું કહેતી જોવા મળે છે. વીડિયોમાં ત્રણેય અભિનેત્રીઓ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી પરંતુ કરીના સૌથી વધુ સુંદર લાગી રહી હતી .જો કે, સુહાના અને કિયારા કરતાં કરીના કપૂરના વખાણ થઈ રહ્યા છે.
કરીના કપૂર ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં હેડલાઇન્સ બની હતી. કિયારા અડવાણીએ રેડ બ્લેઝર ડ્રેસમાં પોતાની ફેશનને હાઈલાઈટ કરી હતી.
સુહાના ખાન વાદળી રંગના જમ્પસૂટ અને પહોળા બોટમ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જે ત્રણમાંથી સૌથી નાની છે. તેના મેક-અપ અને ખુલ્લા વાળની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં લોકોએ તેને ઓછો આંક્યો હતો.
એક સ્ટોરના ઉદ્ઘાટન માટે બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. શાહિદ કપૂર, મીરા કપૂર, તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ સાથે ઈશા અંબાણી અને નીતા અંબાણી પણ જોવા મળ્યા હતા.
વર્ક ફ્રન્ટ પર, કરીના છેલ્લે 'ધ બકિંગહામ મર્ડર્સ'માં જોવા મળી હતી, કિયારા 'વોર 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને સુહાના તેના પિતા શાહરૂખ ખાન સાથે 'કિંગ'માં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMખંભાળિયા નજીક આઈસર વાહનમાં લઈ જવાતા ભેંસ સહિતના 13 પશુઓને બચાવી લેવાયા
December 23, 2024 11:40 AMઅન્ય સાથે લગ્નની તૈયારી કરતા પ્રેમીનું ગુપ્તાંગ પ્રેમિકાએ કાપી નાખ્યું
December 23, 2024 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech