બેબો કરીના કપૂર ખાન ફરી આવી ટ્રોલર્સના નિશાન પર

  • January 03, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • જૂનો વીડિયો વાયરલ થતા કરીનાની ઉડી રહી છે મજાક
  • સિમી ગ્રેવાલના શોમાં કરીનાએ કર્યો હતો એક વાતનો ખુલાસો



બોલીવૂડની બેબો અને સૈફ અલી ખાનની નવાબ દુલ્હન કરીના કપૂર ખાન આજકાલ ફરીથી ટ્રોલ થઇ રહી છે. આ વખતે નેટિઝન્સે તેને લો સ્ટડી અધવચ્ચે છોડવા બદલ નિશાન પર લીધી છે. જેનો તેણે એક જૂના શોમાં ખુલાસો કર્યો હતો. આ વીડિયો હવે વાયરલ થતા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

બોલીવૂડ સ્ટાર્સના નવા-જૂના ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે. આ ઈન્ટરવ્યુ બાદ તેમના વખાણ પણ થાય છે અને ઘણી વખત ખૂબ જ ટ્રોલ પણ થાય છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન પણ હાલના દિવસોમાં એક જૂના ઈન્ટરવ્યુમાં કાયદાનો અભ્યાસ અધવચ્ચે છોડ્યો હોવાના નિવેદનને લઈને ટ્રોલ થઈ રહી છે. આ વીડિયોના આધારે તેના ફેન્સ ગમ્મત કરી રહ્યા છે. 


આમ તો આ વીડિયો પીઢ અભિનેત્રી સિમી ગરેવાલના પ્રખ્યાત ટીવી શો રેન્ડેઝવસ વિથ સિમી ગરેવાલનો છે, જેમાં કરીના કપૂરે કહ્યું હતું કે કાયદાનો અભ્યાસ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી તેણે લો કોલેજ છોડી દીધી. આ માટે ચાહકો તેની મજા લઈ રહ્યા છે.

સિમી ગ્રેવાલનો શો રેન્ડેઝવસ વિથ સિમી ગ્રેવાલ ટેલિવિઝન પર લોકપ્રિય ટોક-શો હતો. આમાં શાહરૂખ ખાનથી લઈને માધુરી દીક્ષિત જેવી ઘણી હસ્તીઓ આવી ચુકી છે. સિમી ગ્રેવાલે પણ આ જ શોમાં બોલિવૂડ સ્ટાર કરીના કપૂરનો ઈન્ટરવ્યુ લીધો હતો. કરીના કપૂરે રેન્ડેઝવસ વિથ સિમી ગ્રેવાલમાં આપેલા આ જ ઈન્ટરવ્યુની ક્લિપ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ યુઝર્સ આ અંગે વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

 જ્યારથી કરીનાનો સિમી સાથેના ઈન્ટરવ્યુનો આ વીડિયો વાયરલ થયો છે, ત્યારથી તેના અભ્યાસની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ઈન્ટરવ્યુમાં કરીનાને એ કહેતા સાંભળી શકાય છે કે કેવી રીતે તેણે કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. કરીના કહે છે...
 
 જ્યારે હું ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં ગઈ, ત્યારે હું એ તબક્કામાંથી પસાર થઈ હતી. આ પછી મારો પરિવાર ખૂબ જ પરેશાન હતો. કોલેજમાં મારા વર્તન અંગે પરિવારજનોએ કહ્યું કે તું કોલેજમાં જઈને આવું કેવી રીતે કરી શકે છે જ્યારે હું સામાન્ય છોકરીની જેમ રિએક્ટ કરતી હતી. પાછળથી મને સમજાયું કે હું તેનાથી કંટાળી ગઇ છું અને આ અભ્યાસમાં ઘણી મહેનત પડશે, તેથી મેં કોલેજ છોડી દીધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application