રાજકોટ નજીક કુવાડવા હાઇવે પર રામપર બેટી પાસે આર.કે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કે.એન. કોર્પેારેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને સલ્ફરનું ગ્રેન્યુઅલ સપ્લાય કરવાના બહાને ગાંધધામના દલાલ વેપારી પરાગ કિરીટભાઇ દેસાઇ તથા દિલ્હીની બે મહિલા ચંચલ રાની શર્મા, માયાદેવી શર્મા તથા કપિલ શર્મા અને વિશ્ર્વમ શર્માએ એડવાન્સ પેમેન્ટ લઇ માલ નહીં મોકલાવી ઇરાન સુધી ધકકા ખવડાવી ૪.૭૮ કરોડની છેતરપીંડી આચર્યાની કંપનીના મેનેજર જામનગરના શાપરના વતની પ્રવિણ બગડા (ઉ.વ.૪૮)એ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગતો મુજબ ગત વર્ષ પરાગ કંપની પર આવ્યો હતો તેણે સલ્ફર ગ્રેન્યુઅલ દાણા માલ મેનેજર પ્રવિણ બગડાને બતાવ્યો હતો. કંપની પ્રોપરાઇટર્સ દ્રારા મેનેજર બગડાને તમામ સત્તાઓ આપવામાં આવેલી છે. માલ સારો લાગ્યો અને પરાગે કહ્યું કે દિલ્હીમાં રહેતા કંતિકા ઇમ્પોર્ટ–એકસપોર્ટ એન્ડ ટ્રેડીંગ કંપની ધરાવતા મિત્ર વિશ્ર્વમ શર્મા પાસે જથ્થો પડયો છે. ખરીદ કરવા કહેતા માલ સારો લાગતા ૧૦ મેટિ્રક ટન સલ્ફર ગ્રેન્યુઅલ ખરીદવાનું નકકી કયુ હતું.
દલાલ પરાગે દિલ્હીની કંપનીના વખાણ કર્યા, એડવાન્સ પેમેન્ટ કરવા કહ્યું બદલામાં યુરો સિકયોરીટી પેટે અપાવી દેવા ખાતરી આપી હતી. ૧૦ હજાર મેટ્રીક ટન સલ્ફર ગ્રેન્યુઅલની ૯.૯૦ લાખ યુએસ ડોલર (૮.૩૧ કરોડ) રૂપિયા કિંમત થતી હતી. એગ્રીમેન્ટ પ્રમાણે કંતિકા કંપનીને ૨ કરોડ રૂપિયા ૨,૪૦,૫૦૦ યુએસ ડોલર આરજીટીએસ મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતાં.
એડવાન્સ પેમેન્ટ મુજબની રકમ ચૂકવી હતી અને થયેલા કરારો મુજબ તા.૫–૧૧–૨૩ પહેલા કંપનીએ માલ પહોંચતો કરવાનો હતો જો વહેલા મોડું થાય તો કાંઇ કસૂર થાય તો પેમેન્ટના પાંચ ટકા રૂપીયા કંપનીને ચૂકવવાના હતાં. દિલ્હીની કંતિકા કંપનીએ બેન્ક ગેરંટી અને ડિમાન્ડ ડ્રાફટ આપવાનો હતો. સાહ વિતવા છતાં આવા કોઇ સિકયોરીટી ડોકયુમેન્ટસ અપાયા નહોતા. રાજકોટની કંપનીએ દલાલ ગાંધીધામના પરાગને વાત કરતા તેણે કોઇ જવાબ આપ્યો નહીં.
ફરિયાદીએ પરાગના પરિચિતની કંપનીના ટ્રાન્સપોર્ટર અસગરઅલી ખલીફાને વાત કરી પરાગનો સંપર્ક કર્યેા હતો. પરાગે ૨.૩૫ લાખ યુરો સિકયોરીટી પેટે ટ્રાન્સફર કરવાની વાત કરી હતી અને રિસીપ્ટ પણ મોકલી હતી. જોકે રાજકોટની કંપનીને યુરો મળ્યા નહોતા. સિકયોરીટી પેટે આપેલા દોઢ કરોડના બે ચેક પણ સહીમાં ખામી બતાવી કેન્સલ થયા હતાં.
મુદત મુજબ માલ હજીરા પોર્ટ પર ન પહોંચતા દિલ્હીના કપીલ તથા વિશ્ર્વમ શર્માને કોન્ટેકટ કર્યેા હતો. બંનેએ માલ મળી જશે કહી સમય કાઢયો હતો. થોડા દિવસ બાદ દિલ્હીની કંતિકા કંપનીના ડાયરેકટર ચંચલ રાની શર્મા વતી કપિલ શર્માએ વાત કરી કહ્યું કે માલ ઇરાનના અબ્બાસા પોર્ટ પર પહોંચી ગયો છે. શીપમાં લોડીંગના ભાડાના નાણા નથી તે રકમ આપો ફાઇનલ બીલમાં બાદ મળી જશે કહી ૭૫–૭૫ લાખના ત્રણ ઓનલાઇન ટ્રાન્ઝેકશન રાજકોટની કંપની પાસેથી ૨.૨૫ કરોડ વધારાના પણ લઇ લીધા હતાં
ઠેઠ ઇરાન સુધી ધકકો ખવડાવ્યો ન માલ આવ્યો ન પેમેન્ટ મળ્યું
શીપના માલ ભાડાનું ૨.૨૫ કરોડ એડવાન્સ પેમેન્ટ કરવા છતાં માલ આવ્યો નહીં. ફરી કપિલનો સંપર્ક કરતા તેણે કહ્યું કે ઇરાન જવું પડશે ત્યાં સામે રૂબરૂમાં લોડ કરાવી દઉં કહી ઇરાન લઇ ગયો હતો. ફરિયાદી તેના મિત્ર ઇમરાન સોઢા સાથે ઇરાન ગયા ત્યાં કપિલે પાંચેક ેિદવસ આમથી આમ ફેરવ્યા માલ ન બતાવ્યો. છેતરાઇ ગયાની જાણ થતાં કપિલ પાસે નાણા માગતા તેણે દિલ્હી જઇને પેમેન્ટ કરી આપું કહી દિલ્હી પરત ફર્યા હતાં ત્યાં પાંચેક દિવસ રોકાયા પણ પેમેન્ટ મળ્યું નહીં. અંતે છેતરાયેલી રાજકોટની કંપની રજૂઆત કરી એક વર્ષ બાદ ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech