ભાજપ શાસિત રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન વસતં ગઢિયાની ટર્મ જૂન માસના પ્રથમ સાહમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે યાર્ડમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુકં માટેની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પદ મેળવવા માટે ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટે કી ટક્કર સર્જાઇ છે ત્યારે વર્તમાન પદાધિકારી જુથના સમર્થક વેપારીઓ દ્રારા યાર્ડમાં છેલ્લા અઢી વર્ષમાં થયેલા વિકાસકામોના મેસેજ વ્હોટસ એપ સહિતના સોશ્યલ મીડિયા ટુલ્સમાં વાયરલ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
યાર્ડના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદ માટે યુવા ચેરમેન જયેશ બોઘરા અને સૌથી સિનિયર ડિરેકટર પરસોતમ સાવલિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, વાઇસ ચેરમેન પદ માટે કોઇએ સ્પષ્ટ્ર દાવો કર્યેા નથી પરંતુ મળતું હોય લેવા સૌ તૈયાર છે તેવી સ્થિતિ છે. એવી પણ ચર્ચા છે કે સામાન્ય રીતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદે તો કાયમ ખેડૂત વિભાગમાંથી ચૂંટાતા ડિરેકટર જ આવે છે ત્યારે આ વખતે વાઇસ ચેરમેન પદ માટે વેપારી વિભાગ અથવા સહકારી વિભાગમાંથી પસંદગી કરાય તેવું બની શકે છે.
રાજકોટ માર્કેટ યાર્ડના ૧૬ ડિરેકટર્સમાં ખેડૂત વિભાગના ૧૦ ડિરેકટર જેમાં જયેશ બોઘરા, વસતં ગઢીયા, જયંતિ ફાચરા, હંસરાજ લીંબાસીયા, જયેશ પીપળીયા, વિજય કોરાટ, ભરત ખૂંટ, જિતેન્દ્ર સખીયા, હિતેષ મેતા અને હઠીસિંહ જાડેજા ઉપરાંત વેપારી વિભાગના ચાર ડિરેકટરમાં રજનીશ રવેશિયા, દિલીપ પનારા, સંદીપ લાખાણી અને અતુલ કમાણી તેમજ સહકારી મંડળી વિભાગમાંથી પરસોતમ સાવલિયા અને કેશુભાઇ નંદાણીયા સમાવિષ્ટ્ર છે ત્યારે આ ૧૬ નામોમાંથી કોને ચેરમેન અને કોને વાઇસ ચેરમેન બનાવાશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech