પંગા ક્વીન કંગના રણૌતને હવે અંગ્રેજી બોલતા બાળકો સામે વાંધો

  • April 04, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નવી પીઢીના હિન્દી ઓછુ બોલતા બાળકોને કંગનાએ સેકન્ડ-હેન્ડ બ્રિટિશ એક્સેન્ટ ગણાવ્યા
  • ઇટાલીની સંસદમાં અંગ્રેજી પર બેનના મુદ્દે ટ્વીટનો ટ્રોલિંગને આમંત્રિત કરતો આપ્યો જવાબ


બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌત પોતાના મનની વાત કરવામાં શરમાતી નથી. કંગના ખુલ્લેઆમ કોઈપણ વિષય પર પોતાના મંતવ્ય રજુ કરતી જોવા મળે છે. જોકે, આ અભિનેત્રીએ પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા છે. પરંતુ વિવાદો અને ટીકાઓ કરવાને કારણે તે હવે ઘણાના દિલોમાંથી ઉતરી રહી છે. પંગા ક્વીન કંગના ઘણીવાર તેના નિવેદનોને લઈને વિવાદોનો ભાગ બનતી જોવા મળે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કંગનાનું નિવેદન ચર્ચામાં છે. તેને હવે અંગ્રેજી બોલનારા નવી પીઢીના બાળકો સામે વાંધો થયો છે.

 

રવિવારે કંગનાએ અંગ્રેજી બોલતા 'દેશી બાળકો'ની 'ખરાબ' હિન્દીની ટીકા કરી હતી. કંગનાએ હિન્દીમાં તેમની ફ્લુન્સીને 'સેકન્ડ-હેન્ડ બ્રિટિશ એક્સેન્ટ' ગણાવી અને તેને 'ખલેલ પહોંચાડનારી' ગણાવી. કંગનાએ ફરી એકવાર ટ્વિટરનો ઉપયોગ કરીને આ વાત કહી હતી. આ સોશિયલ મીડિયા યુઝરના ટ્વીટનો જવાબ આપતા કંગનાએ પણ ટ્વીટ કર્યું છે. વાસ્તવમાં એક સોશિયલ મીડિયા યુઝરે લિંક શેર કરીને એક મુદ્દો બધાની સામે મૂકવાનો પ્રયાસ કર્યો.


યુઝરે આ લિંક દ્વારા ઈટાલીમાં એક બિલ વિશે બધાને જણાવ્યું. જ્યાં સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે મુજબ ઔપચારિક વાતચીત માટે અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી હતી. આને શેર કરતા યુઝરે લખ્યું, જો તમે મારાથી નફરત કરો છો, તો આપણે પણ આવું કરવું જોઈએ. યુઝરના કહેવા પ્રમાણે, ગુરુગ્રામના બાળકો માત્ર અંગ્રેજી બોલે છે અને થોડી મુશ્કેલી સાથે હિન્દી સમજે છે.



આના પર કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કે તે જાણે છે કે તે ટ્રોલિંગને આમંત્રિત કરી રહી છે, છતાં પ્રમાણિકતાથી અંગ્રેજી બોલતા દેશી બાળકો જે સેકન્ડ હેન્ડ બ્રિટિશ એક્સેન્ટમાં હિન્દી બોલે છે, તે માત્ર ઈરીટેટ કરતા હોય છે.  જ્યારે અધિકૃત દેશી ઉચ્ચાર/સ્વેગ ધરાવતા અને હિન્દી/સંસ્કૃત ભુલ કર્યા વીના બોલતા બાળકો ટોચની શ્રેણીમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application