પંગા ક્વીન કંગના રણૌતને આખરે મનનો માણિગર મળી ગયો!

  • April 11, 2023 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • 'ઇશ્ક વો આતિશ હૈ ગાલિબ, જો લગાને સે લગતી નહીં ઔર બુઝાને સે બુઝતી નહીં.'
  • લેટેસ્ટ પોસ્ટમાં એક્ટ્રેસે એવું લખ્યુ કે યુઝર્સ પૂછી રહ્યા છે કોણ છે એ?


બોલીવૂડની પંગા ક્વીન કંગના રણૌતનું અત્યાર સુધી આદિત્ય પંચોલીથઇ લઇ શેખર સુમન અને હિૃતિક રોશન સુધી નામ જોડાયું પરંતુ કંગના કોઇની થઇ નહીં. હવે લાગે છે કે 4 વખતની નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસને તેનો મનનો માણિગર મળી ગયો છે.


 એક્ટિંગ કરતા બેબાક બોલ, કડક શબ્દો અને ઝઘડાને કારણે વધુ ચર્ચામાં રહેતી કંગના આ વખતે તેની લવ લાઈફને લઈને ચર્ચા માં છે. આમ તો કંગના તેના અંગત જીવનને કારણે પહેલાં પણ ઘણી વખત ચર્ચામાં રહી છે, પરંતુ લાંબા સમયથી તેનું નામ કોઈ અભિનેતા સાથે જોડાયું નથી.


કંગના વિશે અવારનવાર સવાલો ઉઠતા હોય છે કે તેના મિસ્ટર પરફેક્ટ કોણ છે અને તે ક્યારે લગ્ન કરી રહી છે? પરંતુ, અભિનેત્રીએ ક્યારેય આ પ્રશ્નોનો કોઈ સીધો જવાબ આપ્યો નથી, હવે કંગનાની લેટેસ્ટ પોસ્ટ પરથી લાગે છે કે પંગા ક્વીન હવે પ્રેમમાં પડી ગઈ છે. અભિનેત્રીએ પોતાની ટ્વિટર પોસ્ટમાં કંઈક આવું જ લખ્યું છે.


પોસ્ટ જોઈ ફેન્સ અનુમાન લગાવી રહ્યાં છે કે કંગના કોઈના પ્રેમમાં પડી ગઈ છે. કંગનાની પોસ્ટનું લખાણ અને ફોટો જોઈને યુઝર્સ વિચારી રહ્યા છે કે અભિનેત્રી રિલેશનમાં છે. કંગનાએ પોસ્ટમાં ક્લોઝ-અપ શોટ્સવાળા કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં કંગના ખૂબ જ સારા અને ફ્રેશ મૂડમાં જોવા મળી રહી છે અને એક આછા સ્મિત સાથે પોઝ આપી રહી છે.

 કંગનાએ લખ્યું છે કે- 'ઇશ્ક વો આતિશ હૈ ગાલિબ, જો લગાને સે લગતી નહીં ઔર બુઝાને સે બુઝતી નહીં.'  આ સાથે તેણે રેડ હાર્ટ ઇમોજીસ પણ પોસ્ટ કર્યા છે.



કંગનાની આ પોસ્ટ જોઈને ચાહકોને લાગે છે કે અભિનેત્રી પ્રેમમાં છે. અભિનેત્રીની પોસ્ટ પર આવી જ કોમેન્ટ આવી રહી છે. કંગનાની પોસ્ટ પર એક યૂઝરે કમેન્ટ કરી અને લખ્યું- 'કોણ છે જે સપનામાં આવ્યું, કોણ દિલમાં છે... આજે ખોલો બધા રહસ્યો.અન્ય યુઝરે લખ્યું- લાગે છે કે ક્વીન પ્રેમમાં પડી ગઈ છે.


 2017માં પોતાના સપનાના રાજકુમાર વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેને વર્દીવાળા છોકરાઓ પ્રત્યે ખૂબ જ આકર્ષણ થાય છે અને આવા છોકરાઓને તે પ્રામાણિક માને છે. ત્યારબાદ વર્ષ 2021માં અભિનેત્રીએ ફરી એક ઇન્ટરવ્યુમાં કહ્યું 'હું ચોક્કસપણે લગ્ન અને બાળકો ઇચ્છું છું. મને લાગે છે કે આવનારા પાંચ વર્ષમાં હું મારી જાતને પત્ની અને માતા બનતા જોઈ રહી છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application