કંગના રનૌત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પર થઈ ગુસ્સે,કહ્યું તમે બધા જશ્ન મનાવો છો કે શું?...

  • June 07, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈ કાલે કંગના સાથે જે ગેરવર્તણુંક થઇ તેના માટે કંગના રનૌત ગુસ્સે છે. ગઈકાલે ચંદીગઢ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક CISF મહિલા ગાર્ડે કંગના રનૌતના ગાલ પર થપ્પડ મારી હતી. ગાર્ડનું નામ કુલવિંદર કૌર છે અને કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાના નિવેદનથી CISF મહિલાને દુઃખ થયું હતું, તેથી તેણે આ પગલું ભર્યું હતું. દેવોલીના ભટ્ટાચારજી સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ કંગના સાથે શું થયું તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આવી સ્થિતિમાં કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું છે.


કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. કંગનાએ લખ્યું કે પ્રિય ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ગઈકાલે એરપોર્ટ પર મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તમે આ ઘટના પછી ઉજવણી કરી રહ્યા છો અથવા તમે સાવ ચૂપ છો.


કંગનાએ આગળ લખ્યું કે યાદ રાખજો જયારે  આવતીકાલે તમે તમારા દેશમાં અથવા વિશ્વના અન્ય કોઈ પણ રસ્તા પર નિઃશસ્ત્ર ચાલતા હોવ અને કોઈ ઈઝરાયલી/પેલેસ્ટિનિયન તમને અથવા તમારા બાળકોને મારવાનું શરૂ કરી દે. કારણ કે તમે રફાહ પર લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અથવા ઈઝરાયેલી બંધક માટે સહાનુભુતિ દર્શાવીને તેના માટે  ઉભા હતા.... પછી તમે જોશો કે હું તમારા વાણી સ્વાતંત્ર્યના અધિકાર માટે કેવી રીતે લડું છું. જો કોઈ દિવસ તમને આશ્ચર્ય થાય કે હું અહીં શા માટે છું, તો યાદ રાખો કે હું તમારા જેવી નથી...."






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News