લગ્ન કરાવી આપવાની લાલચે એક કન્યા અને દલાલ સહિત ચાર શખ્સો એ રૂપિયા ૪.૬૦ લાખ પડાવી લઈ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતો એક રીક્ષા ચાલક લુટેરી દુલ્હન અને તેની ગેંગની જાળમાં ફસાયો છે, અને લગ્નની લાલચે ૪.૬૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે લુટેરી દુલ્હન સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ચેતન સિંધાભાઈ મકવાણા નામના ૩૦ વર્ષના રિક્ષાચાલક ભરવાડ યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી ૪.૬૦ લાખ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે લૂંટેરી દુલ્હન એવી દરેડ ગામમાં રહેતી નયનાબેન ટાંક ઉપરાંત દલાલની ભૂમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઈ ગમારા તથા કન્યા ના ભાઈ ની ઓળખ આપીને નાણા પડાવી લેનાર કાનાભાઈ બાંભવા તથા દુદાભાઈ ટોયટા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદની રીક્ષા ચાલક ચેતનભાઇ તથા તેના પિતા સિંધાભાઈ સાથે લગ્ન બાબતે કર્યો હતો, અને નયનાબેન ટાંક કે જેણે અગાઉ કલ્યાણપુર લગ્ન કર્યા હતા, અને તેનો છૂટુ થઈ ગયા પછી બીજા લગ્ન કરાવી આપવા માટે વાતચીત કર્યા પછી કટકે ચાર લાખ ૬૦ હજાર પડાવી લીધા હતા ત્યારબાદ એક ધાર્મિક સ્થળે બંનેની હાર તોરા વિધિ કરાવી હતી, તેમજ સાદા કાગળમાં વકીલ ની હાજરીમાં લખાણ પણ કરાવ્યું હતું, અને નયના ટાંક થોડો સમય માટે ફરિયાદી ચેતનભાઇના ઘેર રહેવા માટે ગઈ હતી.
પરંતુ પોતાને ગમતું નથી તેમ કહી ત્યાંથી પરત ચાલી ગઈ હતી, અને તેને ફરીથી બોલાવવા માટેના પ્રયત્નો કરવા છતાં પોતે આવેલા નથી, અને નાણા પરત આપવાની માંગણી કરતાં ચારેય એ ઇન્કાર કર્યો હોવાથી આખરે આ મામલો કાલાવડ પોલીસમાં લઈ જવાયો છે, અને કાલાવ ટાઉન પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech