કાલાવડ: કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ શુક્ર, શનિ અને રવિ ત્રણ દિવસ વેપાર-ધંધા બપોરે બે વાગ્યા બાદ બંધ રહેશે

  • April 16, 2021 08:29 PM 

નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી મિટીંગમાં વેપારીઓએ સહમતી દશર્વિી: પ્રજાજનોને પણ સહયોગ આપવા અપીલ

કોરોનાની મહામારીને ધ્યાને લઈ નગર પાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવીના પ્રમુખ સ્થાને કાલાવડ શહેરના તમામ વેપારીઓની મિટીંગ મળી હતી. જેમાં શુક્ર, શનિ અને રવિવાર એટલે કે, તા.16-17 અને 18 એપ્રીલ એમ ત્રણ દિવસ સુધી સવાર 7થી 2 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રહેશે, બપોરે 2 વાગ્યાથી વેપાર-ધંધા બંધ રાખવા સર્વ સંમિતિથી નિર્ણય લેવાયો છે.

આ મિટીંગમાં શહેરના કાર્યકરો અને તમામ વેપારી અગ્રણીઓએ હાજર રહ્યાં હતાં. અને કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે બપોરે 2 વાગ્યાબાદ તમામ વેપાર-ધંધા બંધ રાખવા સહમત થયાં હતાં. વૈશ્ર્વિક મહામારીના સંક્રમણને તોડવા માટે દરેક પ્રજાજનો આ નિર્ણયને સહયોગ આપે એવી અપીલ પણ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)