કાલાવડ: દાણીધાર ધામમાં ૩૯૮ મો શ્રાદ્ધ ઉત્સવ

  • September 19, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભવ્ય સંતવાણીનું તા. ૨૧ના રોજ ભવ્ય આયોજન


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રખ્યાત શ્રી નાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં ૩૯૮મા શ્રાદ્ધ ઉત્સવ આગામી તા. ૨૧-૦૯-૨૦૨૪ ભાદરવા વદ -૪ ને શનિવારના રોજ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દાણીધાર ગામમાં શ્રી નાથજીદાદાનો ૩૯૮મો શ્રાદ્ધ ઉત્સવ સવારે ૭:૦૦ કલાકે થી સમાધિ પૂજન થી શરૂ થશે. ત્યારબાદ ૧૦.૩૦ કલાકે ૫૧ થાળ ધરાવવામાં આવશે અને સવારે ૯-૩૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી બરડિયા ગ્રુપ દ્વારા કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.


આ ઉપરાંત, રાત્રે ૯:૦૦ કલાકે ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક ભજનિક અજયસિંહ ડાભી, લોકગાયક વિપુલભાઈ દાણીધારિયા, સંતવાણી કલાકાર કાળુભાઇ દાણીધારિયા, લોકગાયિકા શીતલબેન રાજપૂત આ ભવ્ય લોકડાયરામાં ભાવિકોનું મનોરંજન કરશે.


દાણીધાર ધામના શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ ના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરુ શ્રી ચત્રભુજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) અને ટ્રસ્ટીઓ એ સર્વ સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોને આ કાર્યક્રમનો લાભ લેવા હૃદયપૂર્વક નિમંત્રણ આપ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application