જૂનાગઢમાં જવાહર રોડથી સેજની ટાંકી સુધીના બિસ્માર રસ્તા પ્રશ્ને આજે કડીયાવાડ વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હતો. વેપારીઓ અને રહેવાસીઓએ રસ્તા પર જ ધરણા પર બેસી વિરોધ વ્યકત કર્યેા હતો. જૂનાગઢમાં જવાહર રોડ થી સેજની ટાંકી સુધીનો રસ્તો બે માસથી તોડાયેલો છે. તેના કારણે રહેવાસીઓને મુશ્કેલી થઈ રહી છે. ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે તો પાણી પણ ડૂકી ગયા હોવાથી હજારો લોકોને સમસ્યા થઈ રહી છે. ખરાબ રસ્તાના કારણે વેપાર ધંધા પણ ઠપ્પ થયા છે. રહેવાસીઓએ અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી આજે સવારે કડિયાવાડ વિસ્તાર અને શાક માર્કેટ સડ બધં રાખવામાં આવ્યો છે. આ વિસ્તારમાં શાક માર્કેટ પણ આવેલી છે શાકના ધંધાર્થીઓ પણ બંધમાં જોડાયા છે. તંત્રના વિરોધમાં વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર જ બેસી શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકો એ જણાવ્યું હતું કે જૂનાગઢને ખાડામાંથી મુકિત આપી છે અને યાં સુધી પ્રશ્નનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસની ચિમકી આપી છે. કડિયાવાડ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનથી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.તેમજ સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ વિસ્તાર બધં રાખવાની ચીમકી આપી હતી છતાં પણ અધિકારી કે પદાધિકારીઓ દ્રારા સ્થળ નિરીક્ષણ કયુ નથી કે બાહેધરી આપવામાં આવી નથી જેથી તંત્રના વિરોધમાં લોકો દ્રારા ઉપવાસ આંદોલન શ કર્યા છે. અને યાં સુધી પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી લડત કરવા ચીમકી આપી છે