એમ. જે. કુંડલીયા કોલેજના પ્રો.જયોતિન્દ્ર જાનીએ વિધાર્થિનીનું કયુ યૌન શોષણ

  • September 23, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેકસ કાંડ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી વચ્ચે ઘણો જૂનો નાતો છે. છેલ્લા કેટલાક સમયથી આ મામલે વાતાવરણ શાંત રહ્યા બાદ નવું એક પ્રકરણ બહાર આવ્યું છે અને તેમાં એમ. જે. કુંડલીયા કોલેજના પ્રોફેસર જયોતીન્દ્ર જાનીએ એક વિધાર્થીનીનું યૌનશોષણ કયુ હોવાનું જણાતા યુનિવર્સિટીએ આ કોલેજના સંચાલકોને બ બોલાવી પ્રોફેસર સામે સાત દિવસમાં કડક કાર્યવાહી કરવા લેખિતમાં આદેશ આપ્યો છે.

આ બાબતે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશભાઈ ભીમાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં અમારી પાસે આવી ફરિયાદ આવી હતી અને સરકારની સૂચના મુજબ અમે તાત્કાલિક ફરિયાદને ગંભીરતાથી લઈને એક તપાસ સમિતિની રચના કરી હતી. યુજીસીની ગાઇડલાઇન મુજબ વિધાર્થી પ્રતિનિધિઓ, આગેવાનો, મહિલા પ્રોફેસર સહિતનાઓની કમિટીએ ઇન્કવાયરી કરીને યુનિવર્સિટીને પુરાવા સાથેનો રિપોર્ટ રજૂ કર્યેા હતો. આ રિપોર્ટના આધારે પ્રોફેસર જયોતીન્દ્ર જાની સામે તાત્કાલિક સાત દિવસમાં કાર્યવાહી કરવાની સૂચના અમે કોલેજના સંચાલકોને આપી છે. હવે કોલેજ શું પગલાં લે છે ? અને કેટલા દિવસમાં પગલાં લે છે ? તે જોવાનું રહે છે.


જયોતીન્દ્ર જાની પાસે પીએચડીના અભ્યાસ કરતા અન્ય સ્ટુડન્ટ પણ પરત લઈ લેવાયા છે અને તેને હવે નવા ગાઈડ ફાળવવામાં આવશે.યુનિવર્સિટીના અને કોલેજના સત્તાવાળાઓ અત્યારે કશું કહેવા તૈયાર નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ યૌન શોષણના સમગ્ર પ્રકરણમાં જયોતીન્દ્ર જાનીએ પોતાની ગાઈડશીપ નીચે પીએચડીનો અભ્યાસ કરતી વિધાર્થીનીને નોકરી અપાવવા સહિતના પ્રલોભન આપ્યા હતા. આમ છતાં વિધાર્થીને તેને તાબે ન થતાં મોબાઈલમાં વોટસએપ મેસેજ મોકલવાનું ચાલુ કયુ હતું.અનિચ્છા હોવા છતાં વિધાર્થીનીને વારંવાર સ્પર્શ કરવામાં આવતો હતો અને અણછાજતા વર્તન કર્યાની ફરિયાદો થઈ છે.


અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રજીસ્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા જયોતીન્દ્રભાઈ જાનીના ભાઈ ગજેન્દ્ર જાની સામે પણ બોગસ પ્રમાણપત્રના આધારે રજીસ્ટર બન્યાની ફરિયાદ ઉઠતા તેને ઘર ભેગા કરી દેવાયા હતા. જયોતીન્દ્રભાઈ જાનીના મોટાભાઈ અને પી.ડી.માલવયા કોલેજના પ્રિન્સિપાલ કમલેશ જાનીનું નામ પણ ટ્રસ્ટીઓ તરીકે ખોટી સહી કરવાના કેસમાં બહાર આવ્યું હતું અને આ મામલે તેને જેલમાં રહેવું પડું હતું.


આ અગાઉ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં અનેક વખત આવા પ્રકરણો બહાર આવ્યા છે. બાયો સાયન્સ ભવનના અધ્યક્ષ નિલેશ પંચાલ અને અર્થશાક્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી આવા મામલે સસ્પેન્ડ થઈ ચૂકયા છે. સમાજશાક્ર ભવનના અધ્યાપકોનો આવા વિવાદવાળો ઓડિયો વાયરલ થયો હતો અને કાયદા ભવનમાં આનદં ચૌહાણ સામે પણ આવા બનાવો બનતા કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application