ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યા બાદ સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનો વધુ એક સ્વીકાર ચર્ચા જગાવનારો છે. તેમણે સ્વીકાયુ કે કેનેડા ખાલીસ્તાનીઓને આશરો આપે છે, સાથે એમ પણ કહ્યું કે બધા જ ખાલીસ્તાનીઓ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.
ઓટાવામાં પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતા ટ્રુડોએ કહ્યું, કેનેડામાં ખાલિસ્તાનના ઘણા સમર્થકો છે, પરંતુ તેઓ સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.આ રીતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશમાં ખાલિસ્તાની સમર્થકોની હાજરીનો સ્વીકાર કર્યેા છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારતના વલણને સમર્થન આપે છે કે કેનેડા સરકાર ખાલિસ્તાની તત્વોને આશ્રય આપી રહી છે.તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેનેડામાં હિન્દુ સમર્થકો છે, પરંતુ તેઓ પણ કેનેડામાં સમગ્ર હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્રારી વિવાદ વચ્ચે ટ્રુડોની ટિપ્પણીઓ આવી છે.સપ્ટેમ્બર ૨૦૨૩ માં બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો, યારે ટ્રુડોએ નિરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાનો આરોપ લગાવ્યો. ભારત સરકાર દ્રારા વોન્ટેડ આતંકવાદી નિરને ૧૮ જૂન, ૨૦૨૩ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુદ્રારાની બહાર ઠાર કરવામાં આવ્યો હતો. ગયા મહિને, યારે કેનેડાએ ભારતીય હાઈ કમિશનર પર નિરની હત્યાની તપાસ કરવાનો આરોપ લગાવ્યો ત્યારે સંબંધો વધુ વણસ્યા. જો કે, ભારતે આ તમામ આરોપોને નકારી કાઢા છે અને ઓટાવામાં સ્થિત પોતાના હાઈ કમિશનરને પરત બોલાવ્યા હતા. ભારતે ૬ કેનેડિયન રાજદ્રારીઓને પણ હાંકી કાઢા. આ મુદે વિદેશ મંત્રાલયે વારંવાર કહ્યું છે કે કેનેડાની સરકારે વારંવાર વિનંતી કરવા છતાં નિરની હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા શેર કર્યા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMદોઢ લાખના ભાડે ટ્રકમાં બાડમેરથી ૨૩ લાખનો વિદેશી દારૂ ભરીને રાજકોટ લાવતા બેલડી પકડાઇ
November 25, 2024 03:26 PMશિક્ષણ સહાયક ભરતીમાં વધારો કરી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરો
November 25, 2024 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech