જસ્ટિન બીબરે અનંત-રાધિકાના સંગીતમાં  ગાયું 14 વર્ષ જૂનું ગીત,સ્ટાર્સ ઝૂમી ઉઠ્યા

  • July 06, 2024 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યા છે અને તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. 3જી જુલાઈના રોજ મામેરુ વિધિ બાદ 4થી જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ રાધિકા-અનંતનો ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. મુંબઈના બીકેસીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત-રાધિકાનો ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો. જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીના વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચ્યો હતો અને હવે આ ઈવેન્ટના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.


પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેનું 14 વર્ષ જૂનું ગીત 'બેબી' ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જસ્ટિને અંબાણી ફેમિલી ફંક્શનમાં પોતાના પરફોર્મન્સથી બધાને ઝૂમતા કરી દીધા હતા.


જસ્ટિને રાધિકા-અનંતના સંગીતમાં ગાયા આ ગીતો


ઈવેન્ટ દરમિયાન બેબી સિવાય જસ્ટિને પણ 'નેવર લેટ યુ ગો', 'લવ યોરસેલ્ફ', 'પીચીસ', 'બોયફ્રેન્ડ', 'સોરી' અને 'વ્હેર આર યુ નાઉ' જેવા લોકપ્રિય ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતો પણ જોવા મળ્યો હતો. જેમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા. આ દરમિયાન જસ્ટિન સ્ટેજ પર એક છોકરીને ગળે લગાવે છે. જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.



કેટલાક ખાનગી સમારંભો સિવાય જસ્ટિને લગભગ એક વર્ષથી જાહેરમાં વધુ પ્રદર્શન કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને 'રેમસે હન્ટ સિન્ડ્રોમ' નામની એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી અસર થઈ હતી. જેના કારણે તેના ચહેરા પર પણ અસર થઈ હતી. આ રોગથી પ્રભાવિત થયા પછી તેણે પોતાનો વિશ્વ પ્રવાસ રદ કર્યો છે. બીબરના ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય છે, જેઓ લગભગ એક વર્ષથી સ્ટેજ પર તેના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

આ સ્ટાર્સ પહોંચ્યા અનંત-રાધિકાના સંગીતમાં


અનંત અને રાધિકાના સંગીત સમારોહ વિશે વાત કરીએ તો તે એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની-સાક્ષી ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને ઘણા સ્ટાર્સ સામેલ હતા. જેમ કે રણબીર કપૂર, માનુષી છિલ્લર, દિશા પટણી, રકુલ પ્રીત સિંહ, શાહિદ કપૂર-મીરા રાજપૂત, એટલી કુમારે હાજરી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application