શહીદોનો બદલો લેવા આવી રહ્યું છે ‘ઓપરેશન વેલેન્ટાઈન’, સલમાને લોન્ચ કર્યું ટ્રેલર
સલમાન ખાને વરુણ તેજ અને માનુષી છિલ્લર સ્ટારર 'ઓપરેશન વેલેન્ટાઈન'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મની વાર્તા 2019ના પુલવામા હુમલા પર આધારિત છે. ફિલ્મના ટ્રેલરને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક લોકો ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે.
વરુણ તેજ અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ ‘ઓપરેશન વેલેન્ટાઈન’ ઘણા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે જેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. દરમિયાન, તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા આ હાઈ-ઓક્ટેન ડ્રામા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઈ ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા.
કેવું છે ફિલ્મનું ટ્રેલર?
‘ઓપરેશન વેલેન્ટાઈન’ના ટ્રેલરમાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા પુલવામા હુમલાને બતાવવામાં આવ્યો છે, જેમાં દેશના 40 જવાનો શહીદ થયા હતા. ટ્રેલરની શરૂઆત વરુણ તેજ એટલે કે અર્જુન દેવથી થાય છે, જે એક દુઃસ્વપ્ન જોઈને અચાનક પરસેવાથી તરબોળ થઈને જાગી જાય છે, આ પછી ફિલ્મની વાર્તા શરૂ થાય છે, જ્યાં વરુણ તેજની એરફોર્સ લાઈફ બતાવવામાં આવે છે, જ્યારે તે પાઈલટ હતો.
આ સિવાય માનુષી છિલ્લર પણ સોનલના રોલમાં સારી લાગી રહી છે. ટ્રેલરમાં તમને પુલવામા હુમલાનું હ્રદયદ્રાવક દ્રશ્ય પણ જોવા મળશે, જે તમને હચમચાવી નાખશે. ફિલ્મમાં વરુણ તેજનું પાત્ર કેપ્ટન અભિનંદન વર્ધમાનથી પ્રેરિત છે. ફિલ્મમાં તેના પાત્રને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલમાં, ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક લોકો ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે.
સલમાન ખાને ‘ઓપરેશન વેલેન્ટાઈન’નું ટ્રેલર લોન્ચ કર્યું
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા આ હાઈ-ઓક્ટેન ડ્રામા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ શેર કરતા ભાઈજાને કેપ્શનમાં લખ્યું – ‘જે થશે તે જોયુ જશે. હું ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને ખુશ છું. મારી શુભકામનાઓ ફિલ્મની સમગ્ર ટીમ સાથે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech