એવું કહેવાય છે કે વ્યકિત પૈસા કમાય છે જેથી તે પોતાનું અને તેના પરિવારનું ભરણપોષણ કરી શકે. પરંતુ, જો આપણે કહીએ કે આના કારણે એક વ્યકિતને ટિ્રલિયન પિયાનું નુકસાન થયું છે તો. એક વ્યકિતએ તેના બાળકો સાથે મળીને માત્ર બે પિઝા ખાધા અને આ માટે તેણે લાખો પિયા ચૂકવવા પડા. જો તમે વિચારી રહ્યા છો કે આ બે પિઝા હીરા, મોતી અને કિંમતી રત્નોથી બનેલા બોકસમાં પેક કરવામાં આવ્યા હશે કે શું?. આ એકદમ સામાન્ય પિઝા હતા અને તેમનું પેકેજિંગ પણ એકદમ સામાન્ય હતું. વાસ્તવમાં આ સમગ્ર મામલો બિટકોઈન સાથે સંબંધિત છે. થોડા વર્ષેા પહેલા લાસ્લો હનીઝે તેના બાળકો સાથે બે પિઝા ખાધા હતા અને તેના માટે તેણે પિઝા વેચનારને ૧૦ હજાર બિટકોઈન આપ્યા હતા.
આજના ભાવ મુજબ વિશ્વમાં એક બિટકોઈનની કિંમત વધીને ૧,૦૬,૦૦૦ ડોલરથી વધુ થઈ ગઈ હતી. હવે ૧,૦૬,૦૦૦ ડોલરને ૧૦,૦૦૦ વડે ગુણાકાર ગુણાકાર કરતા ભારતીય પિયામાં આ કિંમત એટલી વધારે હશે કે તેને ગણી પણ નહીં શકાય. જો કે, યારે લાસ્ઝલોએ પિઝા વેન્ડરને બે પિઝા માટે ૧૦ હજાર બિટકોઈન આપ્યા ત્યારે તેની કિંમત માત્ર ૪૧ ડોલર હતી.
લાઝલો હનીઝને આજે દુનિયાની સૌથી કમનસીબ વ્યકિત માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે જો ૨૦૧૦માં તેણે માત્ર બે પિઝા માટે ૧૦ હજાર ડોલર ન ચૂકવ્યા હોત તો આજે તેની પાસે એટલી સંપત્તિ હોત કે તે વિશ્વના ટોચના અમીરોમાં સામેલ હોત.
જો કે, લાઝલો હનીઝ પણ એક બાબતમાં નસીબદાર છે. વાસ્તવમાં, લાસ્લો હનીઝ એ પ્રથમ વ્યકિત માનવામાં આવે છે જેમણે બીટકોઈનનો વ્યાવસાયિક ઉપયોગ કર્યેા હતો.
બિટકોઈનને લઈને એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં તેની કિંમત હજુ પણ વધી શકે છે. વિશ્લેષક ટોની સાયકામોરના જણાવ્યા મુજબ, બજાર જે રીતે જઈ રહ્યું છે, બિટકોઈન ૧૧૦,૦૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. આ સિવાય વિશ્વભરમાં ડિજિટલ કરન્સીની વધતી જતી સ્વીકૃતિ અને સરકારી સમર્થનને કારણે તે બજાર ભવિષ્યમાં પણ મજબૂત બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech