માત્ર સુંદર વાતો કરવાથી સમાજની પરિસ્થીતી નથી બદલાતી: દેવાંશી જોશી

  • March 08, 2025 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


‘આજકાલ’ વુમન પાવર એવોર્ડ ૨૦૨૫ કાર્યક્રમમાં સંવેદનશીલ મુદાઓ પર સટીક બોલવા માટે જાણીતા જમાવટ ચેનલના ચીફ અને પ્રખર વકતા દેવાંશી જોશી વિશેષ ઉપસ્થીત રહયા હતા, અને પોતાના વકતવ્યમાં વિસ્તૃત છણાવટ કરીને ઉપસ્થીત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, આમ કાર્યક્રમમાં ભારે જમાવટ કરી હતી. 


જાણીતા પત્રકાર અને કાર્યક્રમના સ્પેશ્યલ ગેસ્ટ એન્ડ સ્પીકર દેવાંશી જોશીએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતું કે, સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે જયારે હું ફુટબોલ રમતો હોઉ ત્યારે ઇશ્ર્વરની સૌથી નજીક હોવ છું. એવી રીતે તમે જયારે હસ્તા હોવ ત્યારે શુન્યાવસ્થા હોય છે.., હસવું એ યોગની બહુ નજીક છે, આજકાલનો ખુબ આભાર આવા સરસ કાર્યક્રમ માટે. 


તેણીએ કહયુ હતું કે, અહિં શ‚આતમાં મહાભારતનું ઉદાહરણ આપ્યું તો હું મહાભારતના ખુબ મહત્વનો હિસ્સો જે અર્જુન વિષાદ યોગની શ‚આત ધૃતરાષ્ટ્રના પ્રશ્ર્નથી થાય છે, એ પ્રશ્ર્ન પુછે છે.. જો ચાલુ યુઘ્ધમાં સંજયે એવુ કહયુ હોત કે મહારાજા ધૃતરાષ્ટ્રની જય હો, કૌરવો જીતી ગયા, ચિંતાની જ‚ર નથી, પરંતુ આવી વાતથી પરિણામ બદલાતા નથી, આગળ કહ્યું હતું કે માત્ર સુંદર વાતો કરવાથી સમાજની પરિસ્થીતી બદલાતી નથી, આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરવા બેઠા છીએ ત્યારે આજે દુનિયામાં ૨૪ ટાઇમઝોન છે, આજના એક ટાઇમઝોનમાં એક સ્ત્રી એવી છે જે એના પક્ષે રણનીતી શું બનાવવાની છે, એનો વ્યવસાયનો એવો નિર્ણય લેવાની છે જેની લાંબી અસર રહેવાની છે, આ દુનિયામાં એક સ્ત્રી પાણી માટે ઝંખતી હશે, એક સ્ત્રી ચુલા પર ફુંક મારી રહી હશે.. તેમજ મારા બાળકોને અવસર મળશે..,  એક સ્ત્રી એવી હશે જે ગર્ભવતી હોવા છતા કોઇ તૈયારીઓ પરિસ્થીતી છોડી નહી હોય.


 આગળ કહયુ હતું કે મારા જેવા અને દુનિયાના અનેક પત્રકારનું એક સુત્ર છે, તારી જો હાક સુણી કોઇ ના આવે તો તું એકલો જાને રે...! સ્ત્રી કેટલી શક્તિશાળી છે? સૌથી મોટા શકિતશાળી પક્ષ જેની તમારા શહેરની કમાન એક સ્ત્રીના હાથમાં છે, દુનિયામાં એવી અનેક સ્ત્રીઓ છે જેમના હાથમાં કમાન   છે, એ શકિતશાળી છે, પ્રશ્ર્ન એ છે કે શું એ બેલેન્સ કરી શકે છે? સ્ત્રીમાં શારીરીક નબળાઇ છે એ સ્વીકારવી જોઇએ, એ કામ ન કરવું જોઇએ જે વર્ષોથી કરતા આવ્યા છીએે. ઉદાહરણો યાદ આવે છે, કોઇ સ્ત્રી ગેસ સીલીન્ડર સરખુ કરવા એમના પતિને કહે છે, એ મદદ લે છે, એટલા માટે કારણ કે તેનો ઉછેર એવી રીતે થયો છે. એક સ્ત્રી ૪૯ કીલો વજન માથા પર ઉંચકી લાવે છે ઓલ્મપીકમાં મેડલ લઇ આવે છે. પછી આપણે તાડીઓ વગાડીએ છીએ સન્માનમાં, પછી ખબર પડે કે એ કરી શકે છે આવું સ્વીકારતા બહુ સમય લાગ્યો. ફેમીલીઝમ શબ્દ પર બહુ ચર્ચા થાય છે. ભારતીય ફેમીલીઝમ વેર્સ્ટન કરતા ઘણું અલગ છેે. 


બીજું એ દુર્ભાગ્ય એ છે કે આપણને વાર્તાઓ યાદ રહી વિચારો મુકાઇ ગયા.., આપણે સીતાને યાદ રાખી વાર્તામાં પણ એ યાદ ન રાખ્યું શા માટે ધરતીમાં સમાઇ ગયા, એ પવિત્રતા સાબિત કરવા કરી રહી છું એ પહેલુ ગ્લોરીફાઇ સ્યુસાઇડ હતું, આવનારી પેઢી શું સંદેશો લેવાની છે શું શીખવાની છે, એ સમયની સ્ત્રી શકિતશાળી હતી, શારીરીક માનસીક અને કદાચ આર્થીક રીતે પણ છતાય એમણે બલિદાન આપ્યું, એવી અપેક્ષા સાથે કે આવનારી પેઢી પુનરાવર્તન નહિં કરે.. યુગ બદલાયો, સૌથી શકિતશાળી સ્ત્રી કોણ તો મહાભારત વખતે આપણે કહીએ દ્રૌપદી.. પણ શું કામ પરીક્ષા, શું કારણ હતું, શું કામ જન્મી અગ્નીજવાળામાંથી, શું કામ પ્રતિશોધ માટે આપણે એમના પાત્રને મુલ્વયું? ઘણા પ્રશ્ર્નો કથાઓ આપણા માટે છોડી જાય છે, આપણે વાર્તા યાદ રાખી લઇએ છીએ પેઢી દર પેઢી એ વિચાર કહેવાનું ભુલી ગયા કે બેટા, એકવાર પવિત્રતા માટે સીતાએ અગ્ની પરીક્ષા આપી, બીજો પ્રશ્ર્ન પુછાયો ધરતીમાં સમાયા, ત્રીજી વખત અને વારંવાર આ પ્રશ્ર્નો પુછાયા, આ અનંત છે, પ્રશ્ર્નો પુછાવાના ઓછા નહી થાય.


આગળ કહયુ હતું કે, એના માટે ધરતીમાં સમાઇ જવું એ નોટ એ સોલ્યુશન.. એટલા માટે યક્ષ પ્રશ્ર્ન આવીને ઉભો છે, શું ઘરકામ, પ્રોફેશનલ લાઇફ અને વર્કમાં બેલેન્સ સ્ત્રી જાળવી શકે છે? એનો જવાબ એક શબ્દમાં ના છે. 


આપણી વ્યવસ્થા બહુ હલી રહી છે. હવે સમસ્યા શું છે છોકરા છોકરીના પસંદગીનો મુદ્દો છે, હવે તો ૧૫માં દિવસે ડીવોર્સ અને પ્રિવેડીંગ બાદ લગ્ન નથી કરતા, એમ થાય કે સગાઇ કરી રહયા છે કે ટ્રેનીંગ કરી રહયા છે.


બનાસકાંઠામાં અનેક સ્ત્રીઓ પશુપાલનના વ્યવસાયમાં ૧૨ કરોડ જેવી કમાઇ કરે છે, દુધ ભરાવાનું કામ કરે છે, ભણેલ નથી, કામમાં રજા લેતી નથી, મોટર ચલાવતી કે પછી ગ્લેમર ફીલ્ડમાં રહેતી, બ્લેઝર પહેરતી એ આગળ નથી અને આ એક માત્ર ઉદાહરણ નથી. આગળ કહયું હતું કે સ્વતંત્ર હોવું અને શકિતશાળી હોવાનો મતલબ કોઇના પૈસાથી સ્વતંત્ર હોવું એ નથી હોતું, તમે બંધાયેલા છો, આજે નોકરી, છોકરી એકબીજા સાથે એસોસીએટ થઇ ગયા છે,  ઘરના અર્થતંત્રમાં સ્ત્રીનું ઘણું યોગદાન છે. આવનારી પેઢીના ઉછેરની વાત બાબતે પણ કહયુ હતું ઉપરાંત સ્ત્રી સુરક્ષા વિશે આપણે ત્યાં વધુ ચર્ચા થાય છે, કે સ્ત્રીઓને કેવી રીતે બચાવશો, આ વાતને વિસ્તૃત રીતે કહી હતી.


ગંભીર વિષયોને આપણે ઇગ્નોર કરી રહયા છીએ અને ભવિષ્યમાં એ આપણી સામે મોટો પડકાર છે, દુરનું જોવાનું ભુલ્યા છીએ... જુની પેઢી દુરનુ સરસ રીતે જોઇ શકતી હતી. શ્રમ શકિતની કિંમત આપણે ત્યાં નથી કરતા, આજે છોકરીઓ ઓફીસમાં વર્ક કરે છે એ ઘરે કામ કરતી નથી, પગાર માત્ર પોતાના ખર્ચ માટે,  આપણે માત્ર ચર્ચામાથી બહાર નીકળીને સંકલ્પ લઇને સમાધાન સુધી પહોચવાનો પ્રયત્ન નહી કરીએ તો ત્યાંના ત્યાં જ રહીશું.


હું પીડીતોના પક્ષમાં કેમ પહોચી જાઉ છુ, સ્ટ્રેન્થ, વિકનેશ બંનેમાં ઇમોશ્નલ છું, કદાચ મારામાં સંવેદના જીવતી છે, આગળ કહયુ હતું કે સ્ત્રીઓ કેમ જલ્દી રડી લે છે ? આપણે ટ્રેડ એવી રીતે થયા છીએ. કીટી પાર્ટી છોકરાઓની કેમ ન હોય. !, 


સશકત સ્ત્રીઓને સંભાળી શકે એવા પુરૂ​​​​​​​ષ કેટલા હશે? હવે સહનશીલ પુરૂષની જરૂર છે. પ્રેમથી સ્વીકારીશો તો એ શિવશક્તિનું અદ્દભુત સ્વરૂ​​​​​​​પ શકિતશાળી સ્વરૂ​​​​​​​પ તમારી સામે મુકશે, આગળ કહ્યું હતું કે આજે લગ્ન કાલે કેન્સલ એવું બને છે, કારણ કે એમની પાસે ચોઇસ ઘણી છે, આ માટે ઘણા ઉદાહરણો આપણી પાસે છે. છેલ્લે કવિતા યાદ કરી હતી કે ‘મેં ઉસ માટી કા વૃક્ષ નહીં હું જીસકો નદીઓને સિંચા હે, બંજર માટી મેં પલકર મૈને... મૃત્યુ સે જીવન ખીંચા હૈ... મે પથ્થર પર લીખી ઇબારત હું, સીસે સે કબ તક તોડોગે... મીટને વાલા મે નામ નહીં તુમ મુજકો કબ તક રોકોગે’...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application