પાંચ આઈપીએસ, ૧૪ એસીપી, ૩૦ પીઆઇ, ૬૦ પીએસઆઇ, એસઆરપીની કંપની, કયુ આર ટી હોમગાર્ડ, ટીઆરબી અને ડ્રોન સ્કવોડ ખડે પગે: રાઉન્ડ કલોક પોલીસ પેટ્રોલિંગ ચાલુ રખાશ
રાજકોટ શહેરના જંગલ અને ગુનાખોરીનું હબ ગણાતા જંગલેશ્વરમાં આગામી સોમવારે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડીમોલેશન થવા જઈ રહ્યું છે. ત્યારે પોલીસ વિભાગે પણ તૈયારીઓનો ધમધમાટ છેલ્લા એક મહિનાથી આદર્યેા છે,આ ડીમોલેશન સમયે સુક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે ખુદ પોલીસ કમિશનરના સુપરવિઝનમા આખરી ઓપ અપાઈ ગયો છે ડિમોલેશન સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એક પણ પ્રકારનો કાકરીચાળો ન થાય તે માટે ૨૨૦૦ જેટલા અધિકારી અને જવાનોનો ચુસ્ત બંદોબસ્તની સ્પેશિયલ સ્કીમ ખાસ શાખાના ચુનંદા અધિકારીઓ દ્રારા ગોઠવવામાં આવી રહી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ના સુપરવિઝનમાં શહેર પોલીસ તૈયાર, અગાઉ થયેલ ડીમોલેશનની સુરક્ષાનો પણ અભ્યાસ કરાયો, કોઈ કચાસ ન રહે તે માટે ઉચ્ચ પોલિસ અધિકારીઓ વચ્ચે બેઠક બાદ એકશન પ્લાન ઘડવામાં આવ્યો હતો.
આ જંગલેશ્વર ડિમોલેશન એ પોલીસ માટે પણ પડકારપ હોય જેથી એક પણ પ્રકારનો કાકરીચાળો ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આ ડિમોલેશન કાર્યવાહી અંદાજે એકાદ માસ સુધી ચાલે તેવી શકયતાઓ ને ધ્યાનમાં રાખી ખુદ પોલીસ કમિશનર ની સીધી દેખરેખ હેઠળ કુલ પાંચ આઈ પી એસ દ્રારા સતત મોનિટરિંગ રાખવામાં આવશે.
આ ઉપરાંત પાંચ આઇપીએસ સાથે ૧૪ એસીપી ૩૦ પીઆઇ ૬૦ પીએસઆઇ એસઆરપીની જુદી જુદી કંપની ક્રાઈમ બ્રાન્ચ એસઓજી, કયુઆરટી હોમગાર્ડ, ટી આર બી તેમજ ડ્રોન ટીમ અને ડોગ સ્કવોડ સહિતની જુદા જુદા પોલીસ મથક ના ડિસ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ઉપરાંત હેડ કવાટર્સ સહિત ૨૨૦૦ જેટલા અધિકારીઓ અને જવાનો આ ડિમોલેશનમાં ચુસ્ત બંદોબસ્ત જાળવશે.
કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગરીયાના સુપરવિઝનમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ ડીસીપી રાકેશ દેસાઈ ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા દ્રારા છેલ્લા એક મહિનાથી સ્પેશિયલ શાખાના પીઆઇ જી આર ચૌહાણ, પીએસઆઇ ગોજિયાતર અને ટીમે બંદોબસ્ત માટે છેલ્લા એક માસથી સતત કાર્યશીલ છે