બાપ જેવા જ બેટા એ ઉક્તિ સાર્થક કરી
આમિર ખાનનો દિકરો જુનૈદ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. બોલિવૂડમાં પહેલી ફિલ્મથી એન્ટ્રી કરનાર જુનૈદને હાલમાં ઓળખવો મુશ્કેલ બની ગયો છે. પહેલી ફિલ્મને લઇને એક્ટર અનેક કારણોથી છવાઇ ગયો છે. પહેલી ફિલ્મ માટે જુનૈદે ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યુ છે. એક્ટરે આ ફિલ્મ માટે 26 કિલો વજન ઘટાડ્યું છે. આમિર ખાનના દિકરા જુનૈદ સામાન્ય રીતે કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. આગામી ફિલ્મને લઇને ચર્ચામાં છે. આમિરના લાડલા આ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જુનૈદનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઇને અનેક લોકો ઇન્સ્પાયર્ડ થઇ રહ્યા છે.જોવાની ખૂબી એ છે કે આમીર પણ પોતાના કામ માટે એટલા જ પ્રતિબદ્ધિત રહ્યા છે અને હવે જુનૈદ પણ.
ડેબ્યુ પહેલાં આમિરનો દિકરો છવાઇ ગયો
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના દિકરા તેમજ એક્ટર જુનૈદ ખાન એની અપકમિંગ ફિલ્મ ‘મહારાજ’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મના રિલીઝને લઇને લોકો સુપર એક્સાઇટેડ છે. ફિલ્મ માટે એક્ટરે જબરજસ્ત ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કર્યુ છે. એક્ટરે આગામી ફિલ્મ માટે બે વર્ષમાં લગભગ 26 કિલો વજન ઘટાડી દીધુ છે. આ વાતનો સબૂત છે કે પોતાની ડેબ્યુ ફિલ્મને સફળ બનાવવા માટે જુનૈદ તનતોડ મહેનત કરી રહ્યો છે.
અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યો છે જુનૈદ
જુનૈદની પાસે આ દિવસોમાં અનેક પ્રોજેક્ટ્સ છે. આ દરેક પ્રોજેક્ટ્સની તૈયારીઓમાં એક્ટર વ્યસત છે. 1800ની એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં જુનૈદ પત્રકારના રોલમાં જોવા મળશે. આમાં જયદીપ અહલાવત, શરવરી વાઘ અને શાલિની પાંડે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. વાઇઆરએફના બેનર હેઠળ આ ફિલ્મને સિદ્ધાર્થ પી.મલ્હોત્રાએ ડાયરેક્ટ કરી છે, જે ‘વી આર ફેમિલી’ અને ‘હિચકી’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.
આમ, તમને જણાવી દઇએ કે ‘મહારાજ’ સિવાય જુનૈદ ફિલ્મ ‘એક દિન’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ સાઇ પલ્લવી સાથે જોવા મળશે. જુનૈદની ફિલ્મ ‘મહારાજ’ 14 જૂનના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આમ વાત કરવામાં આવે તો જુનૈદ એની એક્ટિંગથી ફેન્સને ફિદા કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech