જૂનાગઢ જિલ્લ ામાં રોગચાળાના વાયરા વચ્ચે દર્દીઓને સાજા કરવા ડિગ્રી વગરના તબીબો દુકાનો માંડી બેસી ગયા છે.આરોગ્ય વિભાગ નિંદ્રાદિન હોય પરંતુ પોલીસની ટીમ સક્રિય છે.જેથી એલસીબી દ્રારા તપાસ શ કરતા પ્લાસવા ગામે ધો.૧૨ પાસ થયેલ યુવક ડિગ્રી વગર તબીબ બની ગયો હતો અને દુકાનમાં દવાખાનું ખોલી દર્દીઓનું નિદાન કરતા પોલીસની ટીમે દરોડો પાડી રંગે હાથે ઝડપી લીધો હતો. દવાખાના માંથી દવાઓ અને ડ્રેસિંગના સાધનો પણ મળ્યા હતા. પોલીસે મુન્નાભાઈ એમબીબીએસ સામે ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એસપી હર્ષદ મહેતા ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ પટેલ સહિતની ટીમે બાતમીના આધારે ગઈકાલે પલાસવા ગામે તપાસ હાથ ધરી હતી જેમાં મેલડીમાં ની ગારી પાસે મકાનમાં આવેલ દુકાન ભાડે રાખી દવાખાનું ચાલતું હોય પોલીસે તપાસ કરી હતી. જેમાં જૂનાગઢનો ઇન્દ્રિસ ઘાંચી( ઉં. વ ૩૮) રહે. નવો ઘાંચીવાડો બલોચવાડા નામનો યુવક વગર મેડિકલ ડિગ્રીએ લાયસન્સ વગર દવાખાનું ચલાવતા ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન યુવક માત્ર ધો.૧૨ પાસ હતો અને અનુભવ વગર પ્રેકિટસ કરતો હતો જેથી યુવક પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હોવા છતાં દવાખાનામાં જ દવાઓનો જથ્થો પણ ઝડપાયો હતો અને દર્દીઓને તપાસી ત્યારબાદ એન્ટિબાયોટિકસ, એલોપેથી અને સહિતની વિવિધ દવાઓ પણ મળી આવી હતી.
દુકાનમાંથી ડ્રેસીંગ, અને બાટલા સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. ભાડેની દુકાનમાં દવાખાનું ચલાવી આર્થિક ફાયદા માટે દર્દીઓના જીવ જોખમમાં મુકવા બદલ એલસીબી દ્રારા નકલી તબીબને ઝબ્બે કર્યેા હતો. તેના કબજામાંથી રોકડ પમ.૭૨૦૦, મોબાઈલ ફોન અને અલગ અલગ કંપનીની .૪૭ હજારની કિંમતની એલોપેથી દવાઓ મળી કુલ ૬૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
એલસીબીએ નકલી તબીબ સામે ગુજરાત મેડિકલ પ્રેકિટસ એકટ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ૧૯૫૬ ની કલમ ૧૫, અન્વયે તાલુકા પોલીસમાં બી એન એસ એકટ અંતર્ગત ૧૧૦,૩૧૯(૨) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારી
જિલ્લ ામાં નકલી તબીબોનો રાફડો હોય અને તાલુકાઓમાં ડિગ્રી વગરના યુવકો નિદાનના નામે દુકાનો કે ખાનગી વીઝીટો દ્રારા દર્દીઓનું નિદાન કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. પણ આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું નહીં અને પોલીસના ધ્યાને આવતા પોલીસે આરોગ્ય વિભાગે આરોગ્ય વિભાગ દ્રારા કરવાની કામગીરી કરી હતી.જેથી આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે. હજુ પણ જિલ્લ ામાં અનેક ગામોમાં ડુપ્લીકેટ તબીબો દ્રારા નિદાન કરવામાં આવી રહ્યું છે અનેક સ્થળે તો હોમ વિઝીટ પણ કરવામાં આવી રહી છે જેથી નકલી તબીબોને ઝડપવા આરોગ્ય વિભાગ આળસ ખંખેરે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે
ફડ એન્ડ ડ્રગ વિભાગ પણ ઉઘમાં
જિલ્લ ામાં મેડિકલ સ્ટોરમાં દવાઓના જથ્થા અંગે તપાસના દાવા કરતું ફડ એન્ડ ડ્રગ વિભાગ પણ ઐંઘતું ઝડપાયું છે. નકલી તબીબ પાસેથી એલોપેથી અંદાજિત અડધો લાખ આસપાસ ની કિંમત નો દવાનો જથ્થો ઝડપાયો પરંતુ ફડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્રારા મેડિકલ સ્ટોર કે દવાખાનામાં કયારેય તપાસ કરી કે નહીં તે સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે. દવાઓ કયાંથી આવી તે અંગે તપાસ કરવામાં આવે તો અનેક મેડિકલ એજન્સી કે નકલી તબીબોનો ભાંડાફોડ થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech