જૂનાગઢને ભારતની આઝાદી બાદ ૮૭ દિવસે નવાબી શાહીમાંથી મુકિત મળી, બહાઉદીન કોલેજના મેદાનમાં તકતી પૂજન, રાત્રે આતાશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક કવિઓ દ્રારા કહેવામાં આવ્યું છે કે ઓખો મલકથી નોખો તે રીતે જુનાગઢ નામ પણ આ ગુણ સાથે ભારતમાં અલગથી તરી આવે છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન બે દેશ બન્યા ત્યારે હિન્દુસ્તાનમાં રહેલા ૫૫૦ રજવાડા ઓ સ્વતત્રં બન્યા. અંગ્રેજોએ વિદાય લેતા જ રાજાઓને હિન્દુસ્તાનમાં ભણવાના ફરીને કરાર કરવાનો પ્રશ્ન મુશ્કેલ બન્યો તેથી ભારત સરકારે તે સમયે ખાતું રચીને ગૃહ મંત્રી સરદાર વલ્લ ભભાઈ પટેલ ને સોપાયું તેમાં સરદારે વીપી મેનન બહોશ અમલદાર તરીકે નિમણૂક કરી રજવાડાઓને ભારત સાથેના જોડાણમાં ખતોમા સહી કરાવી લીધેલ પરંતુ કાશ્મીર નિઝામ હૈદરાબાદ અને કાઠીયાવાડમાં જુનાગઢ આ ત્રણ રાજાઓએ ભારત સાથેના જોડાણ કરાર કરેલ નહીં.
કાઠીયાવાડ એટલે સૌરાષ્ટ્ર્ર જેમાં ૨૨૨ નાના મોટા રજવાડા હતા તેમાં જૂનાગઢ સૌથી મોટું રાય હતું પરંતુ તેના રાજ કરતાં બાબી વંશના નવા મહોબત ખાનજી ત્રીજા હતા. જુનાગઢ રાય આસપાસ તમામ હિન્દુ રાજાઓ હતા શઆતમાં નવાબે જુનાગઢ ભારતમાં જોડાશે તેવી વાતો કરેલી .જેઓ નવાબ સાહેબના બંધારણીય સલાહકાર હતા તેઓએ આ નિવેદન આપવું આપ્યું હતું.૧૩ ઓગસ્ટ ૪૭ના જૂનાગઢના પ્રજાજનોએ ભારતમાં જોડાઈ જવા નિર્ણય માટે લેખિત નિવેદન પણ નવાબને આપેલ પરંતુ નવાબે ૧૫ ઓગસ્ટ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાણ કરવાના નિર્ણયને જાહેર કરવામાં આવ્યો.નવાબના આ નિર્ણયને લઈ ભારત સરકારે જોડાણને અમાન્ય ગણી પાકિસ્તાન સાથે પત્ર વ્યવહાર પણ કર્યેા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. તેથી ભારત સરકારે ત્યાં કાયદો વ્યવસ્થા સ્થાપવાની ફરજ પડી ૩ નવેમ્બરના સરદારગઢ બાટવા ત્યારબાદ માણાવદર અને બાબરીવાડ તથા માંગરોળ કબજે કરી ત્યાં મેનેજમેન્ટ મૂકયું હતું અને જૂનાગઢના ઉના બાજુમાં આવેલ પોર્ટુગીઝના દીવમાં પોર્ટુગીઝ સૈનિકો ઉતારેલા હતા. તે સમયે શામળદાસ ભાઈ તથા અન્ય સભ્યોએ જુનાગઢ સમિતિ બનાવી અને સપ્ટેમ્બર ૨૦ ના રોજ વીપી મેનન અને જામ સાહેબ મુંબઈ ગયેલા ત્યાં શામળદાસ ભાઈ અને અન્ય આગેવાનોને મળેલા અને જૂનાગઢની પ્રજા શક્રો ઉઠાવીને આગળ વધશે એ બાબતે વિચાર જણાવી સુભાષચદ્રં બોઝની આઝાદ હિન્દ ફોજની માફક જૂનાગઢના વતનીઓની અઆરજી હકુમત સ્થાપવાનું નક્કી કયુ.૨૩ સપ્ટેમ્બર ૧૯૪૭ ના જુનાગઢ પ્રજા મંડળની બેઠક મળી અને આરઝી હત્પકુમત સ્થાપવા માટે ૧૦સભ્યોની સમિતિ રચવામાં આવી ત્યારબાદ દિલ્હી પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીએ જુનાગઢ મે પાકિસ્તાન કિસ તરહ બન સકતા હૈ? આસપાસ કી રિયા સે હિન્દુ રિયાસત હે ઓર જુનાગઢ રિયાસત કી આબાજી કા ભી બડા હિન્દુઓ કા સ્થાન છે તેમ જણાવી કનૈયાલાલ મુનશી દ્રારા હજારો લોકોની ઉપસ્થિતિમાં જૂનાગઢની પ્રજાની આઝાદીનું જાહેરનામું ઘડી બહાર પાડું અને આરઝી હકુમતની સ્થાપના ની જાહેર કરવામાં આવી હતી.
જુનાગઢ રાયના લોકોને તેમાં લેવામાં આવ્યા અરજી હકુમતના સરનસીન તરીકે કુતિયાણાના જમીનદાર અને બદલી ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધીજીને ચૂંટવામાં આવ્યા. આ ઉપરાંત ભવાનીશંકર ઓઝા, દુર્લભજીભાઈ ખેતાણી, મણીલાલ દોશી, નરેન્દ્ર ભાઈ નથવાણી, પુષ્પાબેન મહેતા ને પણ લેવામાં આવ્યા.
૨૫ સપ્ટેમ્બર આરઝી હકુમતની સ્થાપના પછી ૨૮ સપ્ટેમ્બરના આ કાફલો રાજકોટ આવ્યો તેમાં તમામ રજવાડા જોડાવા લાગ્યા અને ત્યારબાદ રાજકોટમાં રહેલ જૂનાગઢ નવાબનો ઉતારો સરદાર બાગ ખાતે પહોંચ્યો ત્યારે નારામાં રેડિયોમાં ભાષણ અપાયું. શક્ર મોરચે આ સેનામાં ઉત્તર ભારતમાંથી ૨૨૨શીખ અને બુરખા પગારદાર સૈનિકો તથા કેન્દ્રીય અનામત પોલીસ દળના નિવૃત્ત સૈનિકો ઉપરાંત જૂનાગઢ રાયની સેના અને પોલીસ માંથી છુટા કરાયેલા સૈનિકો ઉપરાંત અન્ય લોકો પણ જોડાયા હતા. ત્યારબાદ સખતાઈપૂર્વક કાર્યવાહી ના કારણે નવાબને કોઈ પણ પ્રકારની સહાય ન મળતા ઝીણા સાહેબને મળવા દશેરાના દિવસે ૨૪ ઓકટોબરના પોતાના રસાલા સાથે ડોકટરો અને ડ્રાઇવર સ્ટાફની સાથે કેશોદ થી વિમાન માર્ગે કરાચી જવા ઉપડી ગયા ત્યારબાદ તે પરત આવેલ નહીં. દરમિયાન ૮ નવેમ્બરે મુસ્લિમ આગેવાનો અને તેના પ્રજાજનોની એક બેઠક યોજાઇ હતી જેમાં જૂનાગઢને ભારત અને પાકિસ્તાનમાં જોડાવા જેની સહમતી હોય તેને જોડાવા માટે જણાવવામાં આવ્યું હતું. આગેવાનોની બેઠકમાં બ્રિગેડિયર ગુ દયાળ સિંહની આગેવાનીમાં જૂનાગઢનો કબજો લેવામાં આવેલ મજેવડી દરવાજે જૂનાગઢની સ્ટેટ કાઉન્સિલના પ્રથમ સભ્ય કેપ્ટન એમ એસ હાર્વે જોન્સને લશ્કરને સાથે રાખી જુનાગઢ અને આઝાદી બાદ જોડવાની કાર્યવાહી શ કરવામાં આવી. રિયુનલ કમિશનર નીલમ બુચે ત્યારબાદ જાહેરનામું બહાર પાડું અને જુનાગઢ રાયના વહીવટ નો ચાર્જ સંભાળવામાં આવ્યો અને તેથી જ જુનાગઢ નવાબી શાહિત મુકત થઈ પ્રજાસત્તાક બન્યું. ભારતની આઝાદી ના ૨૪ દિવસ બાદ જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું. જેથી આરઝી હકુમતની લડાઈ ના કારણે જૂનાગઢને નવાબી શાસનમાંથી મુકિત મળી હતી.
જૂનાગઢમાં ઉધોગો છે નહીં જેથી આર્થિક રીતે જૂનાગઢના મુખ્યત્વે બે મેળા પર જ આધાર રહે છે. પહેલાના જૂનાગઢમાં ગીર સોમનાથ અને પોરબંદર ત્રણ જિલ્લ ાનો સમાવેશ એક સાથે થતો હતો પરંતુ ત્યારબાદ ધીરે ધીરે બંને જિલ્લ ાઓને અલગ કરી જૂનાગઢનો વિસ્તાર નાનો કરી દીધો.કહેવાય છે કે જૂનાગઢને આઝાદી મળી તેમ વિકાસ પણ મોડો જ થઈ રહ્યો છે જેથી હાલની વર્તમાન પરિસ્થિતિમાં જૂનાગઢમાં એક પણ ઉધોગ નથી તો બીજી તરફ મહાનગરપાલિકા થયા બાદ પણ જોઈએ તેટલો વિકાસ જોવા મળતો નથી. હાલના દિવસોમાં પણ જૂનાગઢમાં ખરાબ રસ્તા, ગંદકી, ગેરકાયદેસર બાંધકામ, ટ્રાફિક સહિતની અનેક પ્રાથમિક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે જેથી જૂનાગઢના વિકાસ માટે પણ ખરા અર્થમાં લડવૈયાઓની તાતી
જર છે.
જૂનાગઢના પ્રાચીન નવ દરવાજા
પ્રાચીન સમયથી જુનાગઢ અલગ છાપ ધરાવે છે બંદોબસ્તના ભાગપે જૂનાગઢમાં અલગ અલગ વિસ્તારોમાં દરવાજાઓ આવેલા છે જેમાં મજેવડી દરવાજો, સરદાર દરવાજો, વંથલી, તળાવ દરવાજો, શાપુર દરવાજો, કાળવા દરવાજો, ધારાગઢ દરવાજો , ગિરનાર દરવાજો અને વાઘેશ્વરી દરવાજાનો સમાવેશ થાય છે.
વર્તમાન સ્થળોના નવાબી સમયના નામો
જૂનાગઢના વર્તમાન સ્થળોને નવાબી સમયે અલગ નામથી બોલાવવામાં આવતા હતા જેમાં નરસિંહ વિધામંદિર મહોબત મદરેસા, વિવેકાનદં વિનય મંદિર બહાદુર ખાનજી હાઇસ્કુલ, ગવર્મેન્ટ ગલ્ર્સ હાઇસ્કુલ એંગલોર વરના કયુરલ સ્કૂલ, તાલુકા શાળા લાડલી બીબી કન્યાશાળા, સરકારી પુસ્તકાલય બહાદુર ખાનજી લાઇબ્રેરી, જુનાગઢ મ્યુઝિયમ રસુલખાનજી મ્યુઝિયમ, સરદાર વલ્લ ભભાઈ પટેલ ગેટ રે ગેટ, હાલનો સરદાર પુલ એટલે કાળવાપુલ ને પહેલા ફરગુસન પુલ, ઉપરકોટના તળાવ બહાઉદીન જળાશય અને નરસિંહ સરોવરને સરદાર તળાવ તરીકે ઓળખવામાં આવતા હતા હવે વર્તમાન સમયમાં તમામ દરવાજા હયાત છે .પરંતુ તેના નામ ને નવા નામથી બોલાવવામાં આવી રહ્યા છે દરેક નામની પાછળ તેનો આગવો ઇતિહાસ સમાયેલ છે જે હજુ પણ જીવતં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech