જૂનાગઢ પોલીસે બુટલેગરની કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૩૦ પેટી દારૂ ઝડપી લીધો: બુટલેગર છનન

  • August 21, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ પોલીસે ગઈકાલે કાળવા ચોકથી ગિરનાર દરવાજા સુધી બુટલેગરની કારનો પીછો કરી તલાસી લેતા કારમાંથી ૧.૪૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો જો કે કારનું ટાયર બેસી જતા બુટલેગર કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બી ડિવિઝન પી.આઈ શાહ સહિતની ટીમ ગઈકાલે સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળવા ચોક વિસ્તારમાં મોટરકાર નંબર જીજે ૦૪ બીએફ ૬૨૧૧ ને અટકાવવા ઈશારો કરતા કારચાલક પોલીસને જોઈ કારને ભગાવી હતી. પોલીસે  મોર્ડન ચોક, જવાહર રોડ અને ગિરનાર દરવાજા સુધી કાર નો પીછો કરી બુટલેગરને ઝડપવા કામગીરી કરી હતી જોકે  ચામુંડા માતાજીના મંદિર પાસે કારનું ટાયર બેસી જતા બુટલેગર કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી ૧.૪૪ લાખની કિંમતનો ૩૬૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો જ્યારે નાસી ગયેલા ઈસમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application