જૂનાગઢ: દલિત યુવકને માર મારવાના મામલે જૂનાગઢ પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાની કરી ધરપકડ

  • June 05, 2024 11:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દલિત યુવકને માર મારવાના મામલે જૂનાગઢ પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કર્યાના સમાચાર સામે આવ્યા છે.


મળતી માહિતી પ્રમાણે જૂનાગઢથી દલિત યુવકનું અપહરણ કરી ગોંડલ લઇ આવી માર મારવાના ગુન્હામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાની દલિત સંમેલનની ચીમકી બાદ ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને શોધવા પૂછપરછ સાથે રિમાન્ડ પણ મંગાય તેવી શક્યતા સેવાઈ રહી છે.


જયરાજસિંહના પુત્ર પર દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્રને માર મારવા મુદ્દે જૂનાગઢ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને લઈ કહેવામાં આવતા જયરાજસિંહના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશ સિંહએ સંજય સોલંકીને અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ ફરિયાદીએ ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી.


માત્ર કાર ધ્યાનથી ચલાવવાનું કહેતાં દલિત યુવાન પર પૂર્વ MLAનો દીકરો તૂટી પડ્યો હતો. વધુમાં ફરિયાદીના જણાવ્યા મુજબ પાંચ સાત શખ્સો દ્વારા સંજય સોલંકીને બેફામ માર મારી અપશબ્દો પણ ઉચાર્યા હતાં. સાથો સાથ જાનથી મારી નાંખવાની ધમકીનો પણ આક્ષેપ કરાયો છે. ભોગ બનનાર સંજય સોલંકીએ જૂનાગઢ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુદ્દે પોલીસે આ.પી.સી કલમ 143,147, 148, 149, 307, 365, 323,504, 506(2) તથા આર્મ એક્ટ આધીન ગોંનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application