જૂનાગઢમાં ઉધોગ ઇતિહાસમાં કયારેય ન જોઈ હોય તેવી ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે.ડિસેમ્બરના પ્રથમ સાહમાં ૫૦ ટકા જ કારખાના શ થયા છે. બાકીના કારખાનાઓ કયારે ખુલે તેના એંધાણ જોવા મળી રહ્યા નથી. જેથી હીરા ઉધોગની મંદીની અસર રત્ન કલાકારોની રોજગારીની સાથે પરિવારના ગુજરાન પર પણ વર્તાઈ રહી છે.
એક સમયે દેશ અને વિદેશમાં હીરા ઉધોગની સ્થિતિ ઉજળી હતી. પરંતુ પાછલા બે વર્ષથી હીરા ઉધોગ તેની ચમક ગુમાવી બેઠો છે. જૂનાગઢ જિલ્લ ામાં પણ રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. મંદીના કારણે અનેક કારીગરોએ તો લાઈન પણ બદલી નાખી છે. જિલ્લ ામાં દિવાળી પૂર્વે જ બધં થયેલા હીરાના કારખાના દેવ દિવાળી બાદ શ થવાના એંધાણ હતા. પરંતુ ડિસેમ્બરના પ્રારંભે હજુ અડધો અડધ કારખાનાઓ બધં હાલતમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં હીરા ઉધોગનું હબ ગણાતું આંબાવાડી પણ હજુ ગણ્યા ગાંઠયા કારીગરોની હાજરી જોવા મળી રહી છે. શહેરમાં ૨૫૦થી ૩૦૦ અને જિલ્લ ામાં ૫૦૦ મળી કુલ ૮૦૦ આસપાસ હીરાના કારખાનાઓ આવેલા છે. પરંતુ હજી અડધા કારખાનાઓ શ થયા નથી. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વ્યવસાયકારો દ્રારા આજ સુધી આવી મંદી જોઈ નથી તેવી વ્યવસાયકારો હૈયા વરાળ ઠાલવે છે. ડાયમડં ઉધોગ મંદીમાંથી કયારે ઉગરશે અને ઘેરાયેલા અનિશ્ચિતતાના વાદળો કયારે હટશે તે હાલના સમયમાં કહેવું મુશ્કેલ ભયુ છે. હજારો રત્ન કલાકારો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. એક સમયે જૂનાગઢમાં આંબાવાડી બજાર હીરા ઉધોગ માટે મહત્વનું ગણાતું હતું. હજારો કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ મોંઘવારી અને મંદીના કારણે છેલ્લ ા એક વર્ષમાં હજારો રત્ન કલાકારો ખેતીવાડી, મજુરી, ચોકીદારી કે કડિયા કામ સહિતના ક્ષેત્રમાં વળી ગયા છે.જિલ્લ ામાં તાલુકા મથકો પર આવેલા હીરાના નાના–મોટા કારખાનાઓ અને ઓફિસોમાં મંદીના કારણે રત્ન કલાકારો ઉપરાંત ઉધોગકારો પણ ચિંતા સેવી રહ્યા છે
બજારોમાં નકલી હીરાનો પગ પેસારો
હીરા ઉધોગમાં મંદિર પાછળ મુખ્ય યુદ્ધ, સિન્થેટિક ડાયમડં અને વિદેશોમાં હીરાની ઘટતી જતી ડિમાન્ડ મુખ્ય કારણ છે. અસલી હીરાની તુલનામાં નકલી હીરા ૩૦થી ૩૫ ટકા કિંમતે મળતા હોવાથી લોકો તેના તરફ વળ્યા છે. તો આ ઉપરાંત રફ ડાયમંડનું ઈમ્પોર્ટ થઈ શકતું નથી આંતરરાષ્ટ્ર્રીય બજારમાં હીરાની માંગ ઓછી હોવાના કારણે માલનો ભરાવો થાય છે. જેની સ્થાનિક બજારમાં વિપરીત અસર જોવા મળી રહી છે. જુનાગઢ શહેર જિલ્લ ામાં હાલતો અડધા કારખાનાઓ જ ખુલ્યા છે. બાકીના કારખાનાઓ કયારે ખુલશે તેના એંધાણ તો નથી પરંતુ સંભવત: નવા વર્ષથી હીરા બજારમાં આંશિક રોનક આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પોલીસે બનાવટી ભારતીય પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો
December 12, 2024 12:51 PMબોલિવૂડના બાદશાહ અને ગૌરીના ઘરમાં થશે તોડફોડ
December 12, 2024 12:50 PMબંટી ઔર બબલી માટે ઋત્વિક મેકર્સની પહેલી પસંદ હતો
December 12, 2024 12:49 PMઅદિતિ રાવ હૈદરીના પતિ સિદ્ધાર્થએ પુષ્પા 2 માટેના ક્રેઝને સામાન્ય ગણાવ્યો
December 12, 2024 12:48 PMરજનીકાંતની 7 ફિલ્મનો મેગાસ્ટોક, જે ક્યારેય રીલીઝ ન થઈ
December 12, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech