રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાના પ્રારંભે જૂનાગઢની સ્પર્ધકને થઇ ઇજા

  • April 26, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો શુભારંભ થયો ત્યારેજ પહેલા દિવસે ઓપનએજ ગૃપની જૂનાગઢની યુવતી ઘાયલ થતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર અર્થેે તેને જૂનાગઢ લઇ જવાઇ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના  સરદાર પટેલ સ્પોર્ટસભવન ખાતે યોજવામાં આવેલ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાના વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા જેમાં ઓપન એજ ગૃપમાં ભાગ લેવા આવેલ કેશોદ રહેતી અને જૂનાગઢની ટીમ વતી સ્પર્ધામાં ઝંપલાવ્યુ હતુ તે હીરલ ભોળા નામની ૧૮ વર્ષની યુવતીને સ્પર્ધામાં જ ઇજા થતા ઇમરજન્સીસેવા ૧૦૮ મારફતે પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક વધુ સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરાએ જણાવ્યુ હતુ કે હીરલને એકસ-રે સહિતની સારવાર અપાયા બાદ તેના પરિવારજનો જૂનાગઢ ખાતે રહેતા હોવાથી તેઓએ જૂનાગઢ સારવાર લેવી છે તેમ જણાવતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ લઇ જવામાં આવી હતી.જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application