જૂનાગઢ: નકલી ડીવાયએસપીના સાત બેન્ક ખાતામાં કરોડોના વહેવારો: રેલવે સહિતના અન્ય કોલ લેટર મળ્યા

  • December 14, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ફેમિલી કોર્ટના ડ્રાઇવર અને નકલી ડીવાયએસપી તરીકે ઝડપાયેલા વિનીત દવેના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે રિમાન્ડ અંતર્ગત પોલીસ દ્વારા મળેલા કોલ લેટરમાં યુવકે રાજકોટ રેલવેમાં પણ નોકરી અપાવવા નાણાની રકમ લીધી હોવાની બાબતને લઈ પોલીસ દ્વારા વિવિધ જિલ્લ ાઓના પોલીસ મથકોને પણ સાથે રાખી તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. યુવક પાસેથી ડીવાયએસપીનું આઈ કાર્ડ મળ્યું હતું અને કોલ લેટરમાં સિક્કો ક્યાં બનાવ્યો અને કોની પાસેથી મેળવ્યો તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. યુવકના મોબાઈલમાં બે પોલીસ કર્મીઓના નંબર પણ મળ્યા હતા તે બાબતે પૂછપરછ કરી કરોડોની રકમ મેળવવામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.
નિવૃત્ત ડીવાયએસપીના સાત બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે તે બેન્ક એકાઉન્ટમાં કરોડોની રકમની ડીલ કરી હોવાથી ટ્રાન્સફર ન થાય તે માટે તેને પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા યુવકના અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં પણ કનેક્શન હોવાની શક્યતા ને લઈ યુવકને બંને શહેરોમાં લઈ જઈ સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવશે. 
​​​​​​​
સમગ્ર મામલે અત્યાર સુધીમાં પોલીસ સામે રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ પંથકના ૧૭ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે અને તેની પાસેથી નોકરી અપાવવાની લાલચમાં ૨.૧૧ કરોડની રકમ લીધી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે પરંતુ હજુ પણ આ મામલે  ભોગ બનનાર ની સંખ્યા વધે તેવી પોલીસે ભીતિ વ્યક્ત કરી છે. નિવૃત્ત ડીવાયએસપીનું આઈ કાર્ડ ક્યાંથી આવ્યું ક્યાં ક્યાં તેની અવર-જવર હતી ત્યાં તેનું રહેઠાણ હતું અને કોને કોની સાથે તેના સંપર્ક હતા તે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં સંભવત કોઈ મોટા મગરમચ્છની સંડોવણી ખુલે તેની શક્યતા પણ નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application