જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા કરવેરા ભરપાઈ ન કરનાર મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે એક જ દિવસમાં શહેરના ઝાંઝરડા રોડ, દોલત પરા જોષીપરા અને ટીંબાવાડી વિસ્તારમાં ૪૨ મિલકતને સીલ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા કમિશનર ડો. ઓમપ્રકાશ માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર જાડેજા ના નિદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર ટેકસ કલ્પેશભાઈ ટોલીયા, હાઉસ ટેકસ સુપ્રીડન્ટ વિરલ જોશી, દોલતપરા ઝોનલ ઓફિસર કેયુર બાથાણી જોષી પરા ઝોનલ ઓફિસર નીતુબેન વ્યાસ, ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રીપાલ સિંહ રાયજાદા સહિતની ટીમ દ્રારા કરાયેલ કાર્યવાહીમાં દોલતપરા નેમિનાથ બે સોની લલીતભાઈ ની માલિકીની આઠ મિલકત, રાજકોટ રોડ સાબલપુર વિસ્તારમાં સોની વિઠ્ઠલભાઈ ની ચાર દુકાન, જોષીપરા મુરલીધર સોસાયટીમાં ગાંધી હિતેશભાઈ, રોયલ કિંગ એપાર્ટમેન્ટ જોશી પરામાં ૧૨, રોયલ કિંગ એપાર્ટમેન્ટ જોશી પરામાં લાલજીભાઈ શિંગાળા ની ત્રણ, જોષીપરા રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રિદ્ધિ એનકલેવ બે, ઝાંઝરડા રોડ એવરસાઈન કોમ્પલેક્ષમાં સુજીત કુમાર લાડાણીની બે, તથા બે બિલ્ડરના પોતાના હસ્તકની મિલકત, ટીંબાવાડી મુંગલધામ એકમાં પ્રાણલાલ આચાર્યની તથા એક માલિકી અસ્તકની, રામનગર ટીંબાવાડીમાં નરેન્દ્ર ભાઈ ખુમાણ ની તથા ટીંબાવાડી નિધિ પેલેસમાં નિપોમાં બેન કારીયા માલિકીના ચાર બ્લોકને સીલ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્રારા ગઈકાલે ૭.૯ લાખની રકમની વસુલાત કરી હતી. મનપાની રિકવરી ઝુંબેશ થી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech