જૂનાગઢ: બોર્ડની પરીક્ષાના પેપર તપાસણી સંદર્ભે અત્યારથી માઈક્રો પ્લાનિંગ

  • March 03, 2021 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢની નોબલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યયના અધ્યક્ષસ્થાને એસએસસી અને એચએસસી પરીક્ષાના જિલ્લાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની તાલિમ અંગે બેઠક મળી હતી જેમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના કો-ઓર્ડિનેટર મનિષાબેન હિંગરાજીયા કન્ટ્રોલ રૂમનું પ્રેઝન્ટેશન કર્યુ હતું.


આ બેઠકમાં ૭૦ જેટલા આચાર્યો કેન્દ્ર નિયામકો ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યારે મૂલ્યાંકન કેન્દ્રો પર ડબલ મૂલ્યાંકન કાર્ય થઈ કઈ કઈ રીતે કામગીરી કરવી તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યયએ માર્ગદર્શન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે, વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની ગંભીરતા જોઈ વધારે મૂલ્યાંકન કેન્દ્રો ખોલવામાં આવશે. તેમજ જીણામાં જીણો માઈક્રો પ્લાનિંગ કરી પાવરફુલ પ્રેઝન્ટેશન બનાવી બોર્ડની સૂચના માર્ગદર્શન મુજબ ગત વર્ષે કોરોના કાળમાં ઉપાધ્યાય રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા ત્યારે રાજકોટમાં ૭૨ મૂલ્યાંકન કેન્દ્રો શ‚ કર્યા હતા અને તેઓની વહીવટી કોઠાસૂઝથી ભુતકાળમાં કયારેય ન થઈ હોય તેવી વ્યવસ્થાનું આયોજન હાથ ધરાયું છે અને કોઈપણ શિક્ષકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને જ‚રિયાત મુજબ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની વ્યવસ્થા સરકારની ગાઈડલાઈનનું પાલન કરી ઉભી કરાશે. ઉપાધ્યાયના અનુભવ અને વહીવટી કોઠા સૂઝને લઈ આ વર્ષે સુંદર આયોજન કરાયું છે અને ૧૯ કેન્દ્રો માગ્યા છે તેની સામે ૩૫ કેન્દ્રોની વ્યવસ્થા કરી છે અને આ કેન્દ્રો પર પેપર ચકાસણી દરમિયાન નિરીક્ષકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જીણામાં જીણી બાબતોની કાળજી લેવામાં આવી રહી છે આ બેઠકમાં નોબલ સ્કૂલના સંચાલક કે.ડી.પંડયા આચાર્ય રેખાબેન ઓડેદરા જયશ્રીબેન રંગોલિયા સહિત ૭૦ જેટલા આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈઆઈ રણવિરસિંહ પરમાર, મુકેશભાઈ મહેતા, એલવી કરમટા વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS