જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો રદ કરાયો કલેકટર અને સાધુ-સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય

  • March 02, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષે જૂનાગઢ ભવનાથમાં પાંચ દિવસનો મહાશિવરાત્રીનો મેળો ભરાય છે. ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં  લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં ભકિતનું ભાથુ બાંધવા આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીનાની અધ્યક્ષતામાં મેયર  ધીરૂભાઇ ગોહેલ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહત્વનો નિર્ણય લઇ તા.૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો રદ કરવાનો નિર્ણય કરાયો છે. પરંતુ સાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા જળવાશે. સાધુ-સંતો દ્વારા યોજાનાર પરંપરામાં લોકોને પ્રવેશ અપાશે નહીં.જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે નહિં યોજવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની કપરી પરિસ્થિતિ સંદર્ભે હવે શિવરાત્રી આવવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આથી ભવનાથમાં શિવરાત્રીનો મેળો થશે કે નહી તે અંગે નિર્ણય લઇ મેળો રદ કરાયો છે.


જિલ્લા કલેક્ટરએ શિવરાત્રી મેળાની પરંપરા જળવાય તે મુજબ ભવનાથ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ સાધુ સંતો દ્વારા મહાશિરાત્રીના રાત્રે રવેડી પણ નિકળશે અને શાહીસ્નાન અને પરંપરાગત પુજાવિધીની પરંપરા જાળવવામાં આવશે. મેળામાં લોકોને પ્રવેશ અપાશે નહીં. બેઠકમાં કમિશ્નર તુષાર સુમેરા, ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS