નડનારને છોડીશ નહીં: જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની ધમકી

  • June 20, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપ્ના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. પ્રાચીમાં જાહેર મંચ પરથી પાંચ વર્ષ નડયા તેને નહીં છોડવાની ધમકી આપી છે.
પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન બારડે અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો તેમાં બોલતાં મંચ પરથી રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી કે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું કોઈને છોડીશ નહીં.
2024ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં હીરા જોટવા (કોંગ્રેસ)ને 4,44,156 મત મળ્યા હતા, જ્યારે રાજેશ ચુડાસમા (ભાજપ)ને 5,78,516 મત મળ્યા હતા. ત્યારે ભાજપ્ના રાજેશ ચુડાસમા 1,34,360 મતથી ભાજપ્ની જીત થઈ હતી.
હમણાં જ બિહારમાં જનતાદળના એક સાંસદે એવું કહ્યું હતું કે તેઓ મુસ્લિમો અને યાદવોના કામ નહીં કરે કારણકે તેમણે મને મત નથી આપ્યા. રાજેશ ચુડાસમાનું નિવેદન પણ આને જ મળતું આવે છે. ચુડાસમા છેલ્લા વર્ષોમાં વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે જેમાં ડોકટર ચગના આપઘાતની ઘટના પણ સામેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application