BREAKING NEWS

જૂનાગઢ જાનકી સહિયર વૃંદ દ્રારા અધિક માસનો કાર્યક્રમ સંપન્ન

  • June 15, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જાનકી સહિયર વૃંદ દ્રારા અધિક માસનો કાર્યક્રમ સંપન્ન


જૂનાગઢ જાનકી સહિયર વૃંદ દ્રારા ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન નીચે પરષોત્તમ માસ નિમિત્તે સત્સંગ, આબેહબ વ્રજ ખડુ કરી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.અધિક માસ હોવાથી રાયજી બાગ સ્થિત નાગેશ્ર્વર મંદિર ખાતે રશ્મિબેન વિઠલાણીની ટીમ દ્રારા લાલાને લાડ લડાવો કાર્યક્રમ યોજાયો હતો. રશ્મિબેન વિઠલાણીની પૂરી ટીમ દ્રારા કાર્યક્રમમા પારભં ભાગ લેનારા તમામ બહેનોનું કારોબારી સભ્યોએ કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મ, કૃષ્ણની બાળલીલા, માખણ લીલા, રાધાકૃષ્ણની લીલા, મથુરા ગમન લીલા, ગૌચરણ લીલા સહિતના આબેહત્પબ પ્રસંગો રજૂ કરવામા આવ્યા હતા. આબેહબ વ્રજ ખડુ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ચંદ્રકાંતભાઈ સવાણી , ભારતીબેન ઘીયા તથા ભાવનાબેન અઢિયા, નીલાબેન લાખાણી, ચેતનાબેન મિશ્રાણી, નીલાબેન વસાણી તથા જયશ્રીબેન ગોટેચા તથા રાજભાઈ સહિતના બહેનો જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અલકાબેન ઠક્કર, જયશ્રીબેન ચૌહાણ, અલકાબેન પરમાર, મીરાબેન રૂપારેલીયા, ભાવિકાબેન કોટેચા, સ્વાતિબેન મિશ્રાણી, શ્ર્વેતાબેન મિશ્રાણી, આરતીબેન કારીયા સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application