કારતક સુદ સાતમ જલારામ જયંતી એટલે રઘુવંશી પરિવારને બીજી દિવાળી, જુનાગઢ લોહાણા મહાજન દ્રારા ૨૨૫મી જલારામ જન્મ જયંતી પ્રસંગે સામાજિક સેવાકીય કાર્યક્રમ, જ્ઞાતિ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા અને વીરબાઈ માં મંદિરે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શન માટે સવારથી જ ભાવિકો ઉમટી પડા છે. આજે સાંજે પચં હાટડી ચોકથી ભવ્યશોભા યાત્રાનું પ્રસ્થાન થશે. જેને વિવિધ સ્થળોએ સ્વાગત કરાશે.
લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશના માર્ગદર્શન હેઠળ યોજાનારા માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સવારે જલારામ બાપાની ઝૂંપડી સન્મુખ ૨૨૫ દીવડાની આરતી કરવામાં આવી હતી. જેમાં લોહાણા મહાજન ઉપરાંત જ્ઞાતિ અને રાજકીય, સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.સવારથી રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોમાં માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ગૌસેવા, બીમાર ગાયો પશુ–પક્ષીઓની સેવા કરતી સંસ્થાઓ અને ગૌશાળાને ઘાસચારા દવા અને ચણ માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા..તેમજ જૂનાગઢની મંગલમ ઇન વિદ્ર લેબોરેટરી દ્રારા થેલેસેમિયા પરીક્ષણ અને આર બી એસ (રેન્ડમ બલ્ડ સુગર) ની પણ વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી જેનો યુવાઓએ લાભ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત જ્ઞાતિ જમણ પૂર્વે શાશ્વત ભૂદેવોનું પૂજન કરી ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો અને ત્યારબાદ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે એક સાથે ૧૮ થી ૨૦ હજાર રઘુવંશી પરિવારો માટે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો. આ તકે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે જય જલારામ નો નાદ ગુંજી ઉઠો હતો.
જલારામ જયંતી નિમિત્તે હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા અને માતૃશ્રી વીરબાઈમાં મંદિર ખાતે દિવંગત સેવાભાવી ટ્રસ્ટ ચીમનલાલ મથુરાદાસ પારેલીયા, ગં.સ્વ રેખાબેન ચીમનલાલ પારેલીયા પરિવાર (ચંદન કેટરર્સ) તરફથી સવારે ૮ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ અન્નકૂટના દર્શન માટે ભાવિકો ઉમટી પડા છે મંદિર પરિસર પર જય જલારામ નો ગુંજાવર થયો હતો. હવેલી ગલી કટલેરી મર્ચન્ટ એસોસિએશન દ્રારા પણ હવેલી ગલી ખાતે બાપાના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાંજે પંચહાટડી ચોક ખાતે નવનિર્મિત થનાર જલારામ મંદિર ખાતેથી જલારામ બાપાની ભવ્ય શોભા યાત્રા નીકળશે. જેમાં નાના બાળકો દ્રારા જલારામબાપા અને વીરબાઈ મા નો પરિવેશ કરી શોભાયાત્રામાં જોડાશે અને ભાવિકોને દર્શન આપશે. આ ઉપરાંત શોભા યાત્રામાં ડીજેના તાલે અને જલારામ બાપાના ગીતના સંગાથે માર્ગેા પર નીકળશે. ટ ઉપર ભાવિકોને બુંદી ,ગાંઠિયા પ્રસાદનું પણ વિતરણ કરાશે. ઉપરાંત જલારામ રથમાં અન્નકોટ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પચં હાટડી ચોક થી આઝાદ ચોક, એમ જી રોડ, રાણાવાવ ચોક, કાળવા ચોક, જય શ્રી રોડ અને ત્યારબાદ તળાવ દરવાજા ખાતે પહોંચશે. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશીઓ તથા જલારામ ભાવિકો જોડાશે અને શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પ વર્ષા દ્રારા સ્વાગત કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો : પીએમ વિદ્યા લક્ષ્મી યોજના એજ્યુકેશન લોનથી કેટલી અલગ
November 15, 2024 12:50 PMશિયાળામાં ગીઝરનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 15, 2024 12:46 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના ટ્રેલર રિલીઝ પછી, વિક્રાંત અને તેના પરિવારને મળી ધમકીઓ
November 15, 2024 12:36 PMબિગ બીને કૌન બનેગા કરોડપતિ 16માં અભિષેક બચ્ચનને આમંત્રણ આપવા બદલ થયો પસ્તાવો
November 15, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech