જૂનાગઢ : એક અઠવાડિયા પહેલા આવેલી આફતને ભૂલી લોકો દામોદર કુંડ નજીક ધોધમાં નહાવામાં થયા મશગુલ !

  • July 30, 2023 03:05 PM 

જૂનાગઢમાં ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે દામોદર કુંડ માં ઓવરફ્લો સાઈડ પર પાણી ના ધોધ નીચે નહાવા લોકો ઉમટી પડ્યા છે. ગત સપ્તાહે જ જૂનાગઢમાં આવેલી જળ હોનારત જાણે કે વિસરાઈ ગઈ હોય તેમ લોકો પરિવાર સાથે ધોધ અને કુંડમાં ડૂબકી મારી નહાવાની મજાનો આનંદ લઇ રહ્યા છે. પૂર ઝડપે આવતા પાણીમાં નહાવાની મજા ડૂબવાની સજા ન થાય તે માટે પણ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે.

એક અઠવાડિયા પહેલા જૂનાગઢ અને ગીર જંગલ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદથી કાળવાનુ  પાણી ઓવર ફ્લો થઈ મોતીબાગ અને રાયજી બાગ વિસ્તારમાં ફરી વળતા તારાજી સર્જાઇ હતી એસટી વર્કશોપની દિવાલ તૂટતા ટાયર પાણી સાથે તણાયા હતા. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી ની દિવાલ પણ ધરાશાઈ થઈ હતી. રાયજીબાગ વિસ્તારમાં પાણી ફરી વળતા અનેક વાહનોનો કાદવ કીચડમાં ફસાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application