BREAKING NEWS

જૂનાગઢ: આશીર્વાદ સોસાયટીમાં ખુલ્લા ગટરના ઢાંકણાથી અકસ્માતનો ભય

  • July 01, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં  કલેકટર કચેરી નજીક આશીર્વાદ સોસાયટીમાં એક સાહથી ગટરના ખુલ્લ ા ઢાંકણા હોવાથી અકસ્માત થવાની સંભાવના છે જેથી મહાનગરપાલિકા તાત્કાલિક ગટરનું ઢાંકણું નાખે તેવી રહેવાસીઓએ માંગ કરી છે.મહાનગરપાલિકા તત્રં દ્રારા પ્રિમોન્સૂન કામગીરી થઈ રહી હોવાનું કહેવામાં આવે છે. પરંતુ અનેક સોસાયટીમાં ગટરની સમસ્યા અને ગટરના ખુલ્લા ઢાંકણા ના કારણે અકસ્માતની સંભાવના સેવાઈ રહી છે. કલેકટર કચેરી નજીક આવેલ આશીર્વાદ સોસાયટીમાં ગટરના ખુલ્લા ઢાંકણા ના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. આ વિસ્તારમાં છ સોસાયટી નો સમાવેશ થાય છે જેથી હજારો લોકોની અવરજવર રહે છે તેથી તત્રં તાત્કાલિક ગટરનું ઢાંકણું રાખવામાં આવે તેવી રહેવાસીઓએ માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application