BREAKING NEWS

જૂનાગઢ: કમલમમાં ભાજપનો સંયુકત પ્ર-શિક્ષણ વર્ગ યોજાયો

  • June 15, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્ર્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન રાયભરના જૂનાગઢમાં કમલમ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મંડળ પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત સૌરાષ્ટ્ર્ર ઝોનવનનો સંયુકત પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્રારકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયા હતા.
શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઇ પારેલીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા  પ્રશિક્ષણ વર્ગમાં જુનાગઢ કાર્યક્રમનું સંચાલન રાજીવભાઈ પંડા દ્રારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન અને કાર્યકરોનો પરિચય પ્રદીપભાઈ ખીમાણી દ્રારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કે.સી. પટેલ દ્રારા આયોજન બેઠક વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયો પર અનુભવી વકતાઓ દ્રારા કાર્યકરોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશેષ કાર્યક્રમો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા, એ આઇ, નમો એપ અને સરળ એપ વિષય પર મનનભાઈ દાણીએ કાર્યકરોને આધુનિક ટેકનોલોજીના અસરકારક ઉપયોગ, ડિજિટલ સંવાદ અને સોશિયલ મીડિયા મારફતે જનસંપર્ક વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બુથ પ્રબંધન વિષય પર ભાજપ  કીશાન મોરચાના રાષ્ટ્ર્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયાએ સંગઠનના પાયાના માળખા તરીકે બુથ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી આગામી ચૂંટણીલક્ષી કામગીરી માટે સૂચનો આપ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન અન્ય પદાધિકારીઓ તથા મંડળ વર્ગની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ મહામંત્રી અનિધ્ધભાઈ દવે દ્રારા સંગઠનના વિસ્તરણ, આગામી કાર્યક્રમોની રૂપરેખા અને સંગઠનાત્મક મજબૂતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાપન સત્રમાં અનિરૂધ્ધભાઈ દવે દ્રારા કાર્યકરોને સંગઠનને વધુ સશકત બનાવવા, સમાજના અંતિમ વ્યકિત સુધી પહોંચવા અને પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમ મિડિયા વિભાગના સુરેશ પાનસુરીયાએ જણાવ્યુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application