ઓખા નજીક દરીયામાં પકડાયેલી પાકિસ્તાની બોટ પ્રકરણમાં ખલાસીઓનું જોઇન્ટ ઇન્ટ્રોગેશન

  • November 23, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખામાં ૧૩ પાકિસ્તાનીઓની કડક પૂછપરછ...
ભારતીય જળસીમામાં ફિશીંગ બૉટ સાથે ઘૂસી આવેલાં ૧૩ ખલાસીઓને કૉસ્ટ ગાર્ડની શીપ દ્વારા ઓખાના દરિયા કાંઠે લાવવામાં આવ્યા હતાં અને ત્યાં દેશની સુરક્ષા ઍજન્સીઓ દ્વારા જૉઈન્ટ ઈન્ટરોગેશન શ‚ કરવામાં આવ્યું છે. કડક પૂછપરછ કરીને તમામ વિગતો મેળવાઈ છે, તા.૧૯ના રોજ કરાંચી બંદરેથી આ બૉટ નીકળી હતી.

***
ઓખા બંદરે બોટને લાવીને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પુછતાછ : અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું દિલધડક ઓપરેશન : ૧૯ નવેમ્બરે કરાંચીથી ફીશીંગ બોટ રવાના થયેલી

અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાંથી કોસ્ટ ગાર્ડે એક પાકિસ્તાની બોટને પકડી પાડી હતી. જેમાં રહેલા ક્રૂ મેમ્બર્સ સાથેની ફિશીંગ બોટને ઓખા બંદરે લાવવામાં આવી છે.જેના તમામ ખલાસીનુ જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇન્ટ્રોગેશન હાથ ધરાયુ છે.
ઇન્ડીયન કોસ્ટ ગાર્ડનુ અરિજંય જહાજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યુ હતુ જે વેળાએ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન પાસે ભારતીય જળસીમામાં લગભગ ૧૫ કિ.મી. અંદર માછીમારી કરતી એક પાકિસ્તાની બોટ જોવા મળી હતી.જેને પડકારવામાં આવતા ઉકત બોટ  પાકિસ્તાન તરફ ભાગવા લાગી હતી.જોકે,કોસ્ટ ગાર્ડના અરિજંય જહાજના જવાનોએ આ બોટને ભારતીય જળસીમામાંથી પકડી પાડી હતી.
પાકિસ્તાનની નાઝ-રે-કરમ નામની આ ફિશીંગ બોટમાં તેર ક્રૂ મેમ્બર્સ સવાર હતા જે તમામ ક્રૂ સાથેની બોટને ઓખા બંદરે લવાઇ છે. જયાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓની ટીમો દ્વારા ખલાસીઓની સંયુકત પુછપરછ હાથ ધરાશે. જે સાથે બોટની સંપૂર્ણ તપાસ માટે ચક્રો ગતિમાન થયા છે. સંભવત પૂછપરછના અંતે પાકિસ્તાની બોટના ખલાસીઓ સામે નવી બંદર મરીન પોલીસ ચોકીમાં ગુનો નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું માનવામાં આવી રહયુ છે. ૧૯મી નવેમ્બરે કરાચીથી રવાના થઈ હતી ઇન્ડીયન કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાંથી ૧૫ કિ.મી. અંદરથી પાક. બોટને પકડી પાડી હતી.
ઓખા નજીકના દરીયામાં કોસ્ટગાર્ડે દિલધડક ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની ફીશીંગ બોટને પકડી પાડતા જુદી જુદી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને પુછપરછ ચલાવવામાં આવી રહી છે જે કાર્યવાહી બાદ વધુ વિગતો સામે આવશે.
કોસ્ટગાર્ડે પોતાની સતાવાર પ્રેસયાદીમાં જાહેર કર્યું છે કે, તા. ર૧ નવેમ્બરથી ર૩ નવેમ્બર વચ્ચે અરબી સમુદ્રમાં પાકિસ્તાનની પી.એફ.બી. નાઝ-રે-કરમ નામની બોટ નં. ૧પ૬પ૩-બી, ૧પ નોટીકલ માઇક સુધી ભારતીય સમુદ્રમાં ઘુસી આવી હતી, ઇન્ટરનેશનલ બ્રાઉન્ડ્રી ક્રોસ કરીને અંદર આવેલી બોટને કોસ્ટગાર્ડ દ્વારા રોકવામાં આવી હતી, કરાંચીથી ૧૯ નવેમ્બરના રોજ નીકળેલી આ બોટમાં ૧૩ ખલાસીઓ હતા, અને આ ફીશીંગ બોટને ભારતીય જળસીમામાંથી પ્રથમ દૂર જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ આખરે કોસ્ટગાર્ડ દ્વારા બોટ અને તેના ૧૩ ખલાસીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ તમામ ૧૩ ખલાસીઓને ઓખાના દરિયાકાંઠે કોસ્ટગાર્ડની શીપની દેખરેખ હેઠળ દરિયાઇ માર્ગે લાવવામાં આવ્યા હતો ત્યાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટરોગેશન શરુ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application